શ્વાનને બચાવવા જતા બસ રોડની સાઈડમાં ગટરમાં ઉતરી.
નરેશ ગનવાણી નડિયાદ
શ્વાનને બચાવવા જતા બસ રોડની સાઈડમાં ગટરમાં ઉતરી,
મુસાફરોનો આબાદ બચાવ ખેડા કેમ્પ પાસે નડિયાદથી આવી રહેલ એસટી બસના ચાલકે અચાનક રોડ પર આવેલા શ્વાનને બચાવવા જતા બસ રોડની સાઈડમાં ગટરમાં ઉતરી ઝાડ સાથે ઘસાઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી પરતુ થોડી વાર માટે બસમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ગઇકાલે મોડીસાંજે ઝાલોરથી નડિયાદ આવી રહેલ નડિયાદ એસટી બસ ડેપોની બસ ખેડા કેમ્પ પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન ખેડા કેમ્પ તરફથી અચાનક શ્વાન રોડ ઉપર આવતા બસના ચાલક મીનેષકુમાર કનુભાઈ ચૌહાણ (રહે.મંજીપુરા રોડ, નડિયાદ)એ શ્વાનને બચાવવા સ્ટેરીંગ રોડની જમણી સાઈડે વાળેલ હતુ. જે બાદ પાછુ ડાબી બાજુએ વાળતા તે વળેલ નહીં અને બસ રોડની સાઈડમાં ગટરમા ઉતરી ઝાડ સાથે ઘસાઈ હતી. આ અકસ્માતના પગલે બસમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે કોઈ મુસાફર કે ડ્રાઈવરને ઈજા પહોંચી નહોતી. આ બનાવ સંદર્ભે મીનેષકુમાર કનુભાઈ ચૌહાણે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

