લીમડી ગ્રામ પંચાયતના યંગેસ્ટ સભ્ય ઉત્કર્ષ ભાઈ શર્મા દ્વારા જાતે જઈને ને તમામ ફળિયા અને સોસાયટી માં સેનિટાઇઝર કરવા માં આવ્યું
ધ્રુવ ગોસ્વામી/ગગન સોની
લીમડી તા.2
કોરોના વાઇરસ ની માહામારી હાલ માં દેશ અને વિશ્વમાં ફેલાયેલી છે, તેવામાં કોરોના જેવા ભયાનક રોગમાં સહાય ના ધોધ વહેવા માંડ્યા છે ત્યારે લીમડી ગ્રામ ની ગ્રામ પંચાયત દ્વારા આ મહામારી લીમડી નગરનાં લોકો મા ફેલાય ના તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લીમડી ગ્રામ પંચાયત ના સરપંચ તથા તેના સભ્યો દ્વારા લોકો ને કોઈ પ્રકારની તકલીફ ના થાય તેનું ખાસ ધ્યાન રાખી અનેક પ્રકારની સહાય કરવામાં આવી રહી છે. ત્યારે લીમડી ગ્રામ પંચાયત ના સભ્યો દ્વારા દરેક વોર્ડ મા કવોરંટાઈન કરેલ લોકો ને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત ચકાસણી કરવામાં આવી રહી છે અને ગ્રામ પંચાયતના યંગેસ્ટ સભ્ય ઉત્કર્ષ ભાઈ શર્મા દ્વારા લીમડી નગરમાં તેમનું વોડ ના હોવા છતાં તમામ ફળિયા અને સોસાયટીમાં જઈને અને જ્યાં બહારથી આવેલ શ્રમિકો ને સ્કૂલોમાં રહેઠાણ કરવામાં આવ્યા હતા ત્યાં પણ સભ્ય ઉત્કર્ષ ભાઈ શર્મા દ્વારા જાતે જઈને તે જગ્યાને સેનિટાઇઝર કરવા માં આવ્યું હતું. અને સાથે માનવતા મહેકાવી અન્ય તમામ પ્રકારની સેવા ઓ પણ ઉત્કર્ષ ભાઈ શર્મા દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
#sindhuuday dahod

