નડિયાદ સંતરામ મંદિરમાં સવા લાખ ઉપરાંત દિવડાં થી ઝગમગી ઊઠ્યું.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સંતરામ મંદિરમાં સવા લાખ ઉપરાંત દિવડાં થી ઝગમગી ઊઠ્યુંન

ડિયાદ નિડયાદ સંતરામ મંદિર સોમવારે દેવદિવાળી પર્વ નિમિતે સવા લાખથી વધુ દિવડાંઓથી દીપ રોશનીથી ઝગમગી ઉઠયું હતું. દીપ ઉત્સવ સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં મંદિરના વર્તમાન મહંત રામદાસજીમહારાજે સંતરામ મહારાજ સમાધિ સ્થાન સામે દીપ જયોત પ્રગટાવી હતી. આ સમયે જય મહારાજના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર નગરજનોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. નિડયાદ શહેરના સંતરામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે દેવદિવાળીના દિવસે ભવ્ય દીપ રોશની કરવામાં આવી હતી. મંદિરના સંતરામ મહારાજની સમાધિ સ્થાન સામે મહત રામદાસજી મહારાજદ્વારા તુલસી ક્યારે દીપ જયોત પ્રગટાવ્યા બાદ તેઓની આજ્ઞા બાદ મંદિરના સંતો, સ્વયંસેવકો અને ભક્તો દ્વારા મંદિરના શિખર થી માંડીને સમગ્ર મંદિરનો ખુણે ખુણામાં દીપ પ્રગટાવવામાં આવી હતી.સમગ્ર મંદિર દીપ રોશની ઝગમગી ઉઠી હતી. સમગ્ર મંદિર પરિસર નગરજનોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. આ ઉપરાંત મંદિર બહાર સંતરામ સર્કલ પર દીપમાળા કરવામાં આવી હતી. શહેર પોલીસ તંત્રદ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરમાં દીપોત્સવ થયા બાદ પછીના ગુરૂવારે સંતરામ દેરી ખાતે દીપમાળા ઉત્સવ ઉજવાશે તેમ મંદિરના સુત્રોએ જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: