ગુરુ નાનક દેવજી મહારાજ નો ૫૫૪ મોં પ્રકાશ ઉત્સવ ઉજવાયો.

નરેશ ગણવાણી નડિયાદ

શ્રી ગુરુ નાનક દેવજી મહારાજ નો ૫૫૪ મોં પ્રકાશ ઉત્સવ ઉજવાયો

નડિયાદ શહેર માં જવાહરનગર વિસ્તાર માં આવેલ શીશમહલ અમરધામ ગુરુદ્વારા માં શ્રી ગુરુ નાનક દેવજી મહારાજ ની ૫૫૪ મી જન્મજયંતિ ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી હતી. વહેલી સવાર થી જ ગુરુદ્વારા માં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને વાહેગુરૂ વાહેગુરૂ  ધન ગુરુ નાનક સારા જગ તાર્યા  નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રી ગુરુ નાનક દેવજી મહારાજ નો જન્મ કારતક સુદ પૂનમ રાત્રે ૧:૨૦ વાગે થયો હતો. આ દિવસે ગુરુદ્વારા માં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા . સવારે શ્રી ગુરુ ગ્રંથ સાહેબ મહારાજ ના પાઠ ની સમાપ્તિ (ભોગ સાહેબ ) પૂજા અર્ચના , ભજન કીર્તન , આરતી , અરદાસ, હવન તેમજ લંગર નો કાર્યક્રમ યોજાયો હતો . આ પર્વ નિમિતે ગુરુદ્વારા ને દીપમાળા તથા રોશની થી શણગારવા માં આવ્યું હતું. રાત્રે ૯ વાગે ભજન કીર્તન નો કાર્યક્રમ યોજાયો હતો અને રાત્રે ૧.૨૦ એ શ્રી ગુરુ નાનક દેવજી મહારાજ નો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો . આ દર્શન નો લાભ લેવા માટે મોટી સંખ્યા માં સિંધી સમાજ તેમજ સીખ ધર્મ ના ભક્તજનો ઉમટી પડ્યા હતા.નડિયાદ રામતલાવડી પાસે આવેલ ગુરૂદ્વારામાં  શીખ ધર્મના સ્થાપક ગુરૂનાનકદેવજીની ૫૫૪ મી જન્મજયંતી (પ્રકાશ ઉત્સવ) ધામધૂમ પૂર્વક ઉજવાયો ગુરૂદ્વારામાં  ઉત્સવ નિમિતે ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો.લગર (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું હતુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: