ગરબાડા તાલુકાના નવા ફળિયામાં જમીન સબંધી તકરારમાં સગા ભાઈનો ભાઈ ઉપર તલવાર વડે હુમલો.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા તાલુકાના નવા ફળિયામાં જમીન સબંધી તકરારમાં સગા ભાઈનો ભાઈ ઉપર તલવાર વડે હુમલો.
ગરબાડા તાલુકાના નવા ફળિયા ગામના ગારી ફળિયામાં રહેતા ચરણસિંહ મંગળસિંહ પરમાર નવા ફળિયામાં રહેતા ભગતસિંહ મંગળસિંહ પરમારના ઘરે પોતાના છોકરાને બોલાવવા રાતના આઠેક વાગ્યાના સુમારે ગયા હતા. તે વખતે ભગતસિંહ પરમારની પત્ની નીરૂબેન ચરણસિંહ ને બેફામ બેફામ ગાળો આપી તું અમારા ઘરે કેમ આવ્યો છે.? કહી ઘરમાંથી લાકડી લઈ દોડી આવી ચરણસિંહ પરમારના બરડાનાં ભાગે મારી ઇજાઓ કરી હતી.તે વખતે નીરુબેનનો પતિ ભગતસિંહ મંગળસિંહ પરમાર હાથમાં તલવાર લઈને દોડી આવ્યો હતો.અને આજે તો તને પતાવી દેવાનો છે. તેમ કહી ચરણસિંહ પરમારને મારી નાખવાના ઇરાદે માથામાં તથા ડાબા હાથના ખભા પર તલવારના ઘા ઝીંકી ઇજાઓ પહોંચાડી હતી જેને સારવાર માટે ગરબાડાની છત્રછાયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ સંબંધે ગંભીર ઇજાગ્રસ્ત ચરણસિંહ મંગળસિંહ પરમારે પોતાના ગામમાં રહેતા પોતાના સગાભાઈ ભરતસિંહ મંગળસિંહ પરમાર તથા તેની પત્ની નીરૂબેન ભગતસિંહ પરમાર વિરૂદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઇપીકો કલમ 323,307, 504,506 (2) 114 મુજબ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી