દાહોદની ખંગેલા બોર્ડર ઉપર યુપીના શ્રમિકોનો પોલીસ પર પથ્થરમારો : ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
અજય બારીઆ/જીતેન્દ્ર મોટવાણી
દાહોદ તા.૦૨
દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પર યુપી ના શ્રમીકોને અને તેમની ગાડીઓને મધ્યપ્રદેશના પ્રશાસન તેમજ પોલીસ તંત્ર દ્વારા રોકી દેવામાં આવી છે. યુપી સરકાર દ્વારા હાલ તેઓના રાજ્યોમાં તેઓના જ શ્રમીકોને પ્રવેશના નહીં દેવાની બનાવથી મધ્યપ્રદેશ અને ગુજરાતને અડીને આવેલ સરદહ ખંગેલા ચેકપોસ્ટ પર શ્રમીકોના વાહનો અને શ્રમીકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. શ્રમીકો દ્વારા ભારે હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો. આ દરમ્યાન યુ.પી. શ્રમીકો દ્વારા ખંગેલા ચેકપોસ્ટ પર દાહોદ પોલીસ પર પથ્થર મારો કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શ્રમીકો દ્વારા પોલીસ જવાનો પર પથ્થર મારો કરાતાં પોલીસની ગાડીઓ, બીજી પેસેન્જર ગાડીઓના કાચ તુટ્યા હતા. આ પથ્થર મારામાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાનુ જાણવા મળ્યું છે ત્યારે વધુમાં દાહોદ પોલીસને પોતાનો સ્વબચાવ કરવા માટે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સામે ઉભેલ મધ્યપ્રદેશની પોલીસ દાહોદની પોલીસને બચાવવાની જગ્યાએ મુકપ્રેશક બની ઉભી રહેતા દાહોદ પોલીસ મીત્રોમાં પણ મધ્યપ્રદેશ પોલીસ પ્રશાશન સામે છુપો રોષ જાવા મળી રહ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા હાલ યુ.પી.તેમજ મધ્યપ્રદેશના શ્રમીકોને સરકારી વાહનો મારફતે તેમજ ખાનગી વાહન મારફતે જે તે સરહદી વિસ્તાર ખાતે મુકી આવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન યુપી સરકાર દ્વારા પોતાના જ નાગરિકોને હાલ પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતા અને પોતાના રાજ્યોમાં પ્રવેશ નહીં આપતા આવા સમયે ગાડીઓ ભરી ભરીને તેમજ પગપાળા જઈ રહેલા શ્રમીકો દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખંગેલા ચેકપોસ્ટ ખાતે આ શ્રમીકોને મધ્યપ્રદેશ સરકાર તેમજ પોલીસ પ્રશાશન દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા. જાતજાતામાં આ ખંગેલા ચેકપોસ્ટ પર શ્રમીકોથી ભરેલ ગાડીઓની લાંબી કતારો જામી ગઈ હતી અને બીજી તરફ શ્રમીકો રસ્તા ઉપર પણ ઉતરી આવ્યા હતા. શ્રમીકો રસ્તા ઉપર ઉતરી આવી આવન જાવન બંધ કરી દીધો હતો અને આવશ્યક ચીજવસ્તુઓની ગાડીઓને પણ આગળ જતી અટકાવી હતી. આ સમયે દાહોદ પોલીસ દ્વારા શ્રમીકોને શાંત રહેવાની અપીલ પણ કરી હતી પરંતુ જાતજાતામાં ઉશ્કેરાયલ યુ.પી.ના શ્રમીકો દ્વારા દાહોદ પોલીસ પર પથ્થર મારો કરતાં એકક્ષણે ઉપÂસ્થત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. શ્રમીકો દ્વારા સતત પથ્થર મારો ચલાવતા પોલીસની ગાડીઓના કાચ તુટ્યા હતા અને કતાર બંધ ઉભેલ બીજી ગાડીઓ ઉપર પણ યુપીના શ્રમીકોએ પથ્થર મારો કરતાં આ ગાડીઓના કાચ પણ તુટ્યા હતા. આ પથ્થર મારામાં કેટલાક પોલીસ કર્મચારીઓને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનામાં સામાપક્ષેથી મધ્યપ્રદેશ પ્રશાશન અને પોલીસ પ્રશાશન માત્ર સોભાના ગાઠીયા સમય સમગ્ર તમાસો જાઈ ઉભી હતી. એક તરફ દાહોદ પોલીસ પર પથ્થર મારો ચાલતો હતો અને બીજી તરફ મધ્યપ્રદેશ પોલીસ માત્ર મુકપ્રેશક બની તમાસો નીહાળતી હતી. આ એક શરમજનક ઘટના જાઈ ઉપÂસ્થત સૌ કોઈમાં છુપો રોષ પણ જાવા મળી રહ્યો હતો. પોલીસ દ્વારા આ બાદ શ્રમીકોના ટોળાને કાબુમાં લેવા માટે બળ પ્રયોગ પણ કરવાની ફરજ પડી હતી.
હાલ જ્યારે સમગ્ર દેશમાં રાજ્યની તમામ જગ્યાએ શ્રમીકો અટવાયેલા છે ત્યારે આવા સમયે રાજ્ય રાજ્યમાં આંશિક મતભેદો પણ ઉદ્ભવવા પામ્યા છે. રાજકારણ કહો કે, જવાબદારી પરંતુ આવી મહામારીના સમયે રાજ્યો વચ્ચેના આંતરિક મતભેદોના કારણે પોલીસ, પ્રશાશન તેમજ કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ કોરોના મહામારીના કપરા સમયે પોતાના વતનથી દુર એવા શ્રમીકોને પણ ઘર પરિવાર યાદ જતાં હોય છે અને કદાચ આવેશમાં આવી તેઓએ આ પગલુ ઉઠાવ્યું હોય? મહીનાઓ સુધી પોતાના ઘર પરિવારથી દુર રહી ઘરે જવાની આશાઓ સાથે જા આમ તેઓને અધવચ્ચે રસ્તામાં મુકી દેવામાં આવે તો તેઓનો આક્રોશ પણ વ્યાજબી છે પરંતુ આ સમગ્ર મામલે રાજ્યોના સંકલનના અભાવે અને આંતરિક મતભેદોના કારણે પોલીસ તંત્ર,પ્રશાશસ, કર્મચારીઓ તેમજ શ્રમીકોને તેનુ પરિણામ ભોગવવું પડે તે કેટલી હદે વ્યાજબી છે.? આજની આ ઘટનાથી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્રમાં સ્તબ્ધતાના માહોલ સાથે એક્શનમાં આવી ગઈ છે અને હવે આવનાર દિવસોમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર કેવા પ્રકારનું રૂખ અપનાવશે તે જાવાનું રહ્યું.વધુમાં જાણવા મળ્યા અનુસાર, દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે કલેક્ટર, પોલીસ પ્રશાશન વિગેરેની ટીમ આ ભથવાડા ટોલનાકા પાસે પહોંચી ગઈ હતી અને ગોધરા તરફથી આવતી યુ.પી.ના શ્રમીકોના વાહનોને ત્યા જ રોકી દેવાની ફરજ પડી હતી. કલેક્ટરનો કાફલો આ ભથવાડા ટોલનાકા પાસે પહોંચી જઈ યુ.પી.ના શ્રમીકો ભરેલ ગાડીઓને સ્થળ પર હાલ રોકી દેવામાં આવ્યા છે. જ્યા સુધી ઉચ્ચ સ્તરીય આદેશો નહીં મળે ત્યાર સુધી આ વાહનોને આગળ વધારવું અત્યંત જાખમી પુરવાર થઈ શકે તેમ છે.
#sindhuuday dahod

