લીમડી સાઈ મંદિર પાસે મારુતિ ઈકો અને બોલેરો વચ્ચે અકસ્માત : બંને ગાડી ચાલક ઇજાગ્રસ્ત.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

લીમડી સાઈ મંદિર પાસે મારુતિ ઈકો અને બોલેરો વચ્ચે અકસ્માત : બંને ગાડી ચાલક ઇજાગ્રસ્ત

તારીખ 05-12-2023 મંગળવારના રોજ લીમડી સાઈ મંદિરથી ઝાલોદ જતી મારુતિ ઈકો જીજે-05-આર.એ-2753 અને ઝાલોદ તરફથી આવતી મહિન્દ્રા બોલેરો જીજે-09-બી.એ-8893 વચ્ચે લીમડી સાઈમંદિર પાસે અકસ્માત સર્જાયો હતો તેમાં બંને વાહન ચાલકોને ઇજા થતાં તાત્કાલિક લીમડી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતા. લીમડી પોલિસ સ્ટેશનમાં ઈકો ગાડીમાં સવાર વિપુલ દિનેશ ગેલોતના પિતા દિનેશ નગીન ગેલોતની ફરિયાદ મુજબ તારીખ 05-12-2023 ના રોજ આસરે સવારે 6 વાગ્યાના અરસામાં વિપુલ ગેલોત લીમડી સાઈમંદિરથી ફૂલો લઇ ઝાલોદ નીકળેલ હતો ત્યારે ઈકો ગાડીનું બોલેરો ગાડી સાથે સાઈમંદિર નજીક અકસ્માતની માહિતી મળી હતી. ત્યાં જતાં બંને ગાડીનું અકસ્માત થયેલ જોવા મળેલ હતું ત્યાં જોતા ગાડીમાં કોઈ જોવા ન મળતાં લીમડી સરકારી હોસ્પિટલમાં લઇ ગયેલ હોવાની માહિતી મળેલ હતી. બંને ઇજાગ્રસ્ત અવસ્થામાં સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ હતા. ફરિયાદી પોતાના પુત્ર વિપુલને વધુ સારવાર અર્થે દાહોદ કે.કે.શાહ શાહ હોસ્પિટલમાં લઇ ગયેલ હતા. ત્યાં ડોક્ટર દ્વારા વિપુલને પગમાં ફ્રેક્ચર હોવાનું માલુમ પડેલ હતું. તેથી તેને સારવાર માટે ત્યાં દાખલ કરવામાં આવેલ છે. ત્યારબાદ લીમડી પોલિસ સ્ટેશન આવી ઈકો ગાડી ચાલકના પિતા દ્વારા પોલિસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!