ઝાલોદ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા બાળકોને મોબાઇલ થી દૂર રાખી શારીરિક રીતે મજબૂત બને તેવી ખો ખો ખેલનું આયોજન કરવામાં આવ્યું.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા બાળકોને મોબાઇલ થી દૂર રાખી શારીરિક રીતે મજબૂત બને તેવી ખો ખો ખેલનું આયોજન કરવામાં આવ્યું

આજના ટેકનોલોજીના યુગમા આપણા બાળકો શારીરિક રમતોથી દૂર થઇ મોબાઇલ તથા વિડિયો ગેમની લતે લાગી ગયેલ છે. બાળકોને શારીરિક રમતો પ્રત્યે ઉત્સાહ વધે તે હેતુથી તારીખ 28/11/2023 નારોજ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા એક અનોખું કાર્ય કરવામાં આવ્યું જે કદાચ પ્રથમ વખતે હશેસમાજમા અનેક ગૃપો દ્વારા ઘણા સમાજ સેવાના કાર્યો થાય છે.પરંતુ આવનારી પેઢીના શારીરિક અને માનસિક વિકાસ માટે બહુજ ઓછા કાર્યો થાય છે.જેમાં હમણાં નજીકના સમય માં બે પ્રોગ્રામ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતા 1 ) જમાત ખાના માં બાળકોને પોતાની હેલ્થ સાચવવા બાબતે 2 ) દોડ સ્પર્ધા નું આયોજન બંને પ્રોગ્રામ દ્વારા એક નવો ચીલો ચાતરવામાં આવ્યો. આજના યુગમાં દરેક સમાજનો 85% લોકો જ્યા મોબાઈલ પાછળ પોતાનો સમય વ્યર્થ કરે છે. જેને વાળવાનો એક આ નવો કીમિયો છે. બાળકોને રમત ગમત પ્રત્યે શોખ જગાડવોઆજના ટેકનોલોજીના યુગમા આપણા બાળકો શારીરિક રમતોથી દૂર થઇ મોબાઇલ તથા વિડિયો ગેમની લતે લાગી ગયેલ છે. બાળકોને શારીરિક રમતો પ્રત્યે ઉત્સાહ વધે તે હેતુથી .. ગત તા.28-11-2023 ના રોજ ધો.૪ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે “દોડ સ્પર્ધા” નું આયોજન કરવામા આવેલ. જેમા 200 થી વધુ છોકરાઓએ ભાગ લીધેલ તેમા અલગ-અલગ વિભાગમાં કુલ 13-મેડલ અને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ તથા દરેક સ્પર્ધકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ. સ્પર્ધામાં આપણા “દારુલ ઉલૂમ” ના છોકરાઓેએ 13 માંથી 9 મેડલ મેળવેલ જે ખુબજ પ્રસંશનીય છે. સમગ્ર પ્રોગ્રામ દરમ્યાન છોકરાઓના વાલીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો. અને આ પ્રોગ્રામમાં મુફ્તી યુસુફ સાબ, રીઝવાનભાઇ કાયરા, હાફિઝi મોહ્યુદ્દીન, માૈલાના સોએબ, મો. મુહંમદ હવેલીવાલા, મુ.હનીફ કપુરા, કારી સુફીયાન, હા.ઇરફાન મોરા, ઇરફાનભાઈ મોડિયા, ઈબ્રાહિમભાઈ ઝાડી, ઈબ્રાહિમભાઈ કબાડી, ઇમરાન મામુરખા પઠાણ, ઇમરાન શેખ, યાસીન ભાઈ ડાહ્યા વગેરે અનેક લોકોએ ખુબ સહયોગ આપી પ્રોગ્રામને સફળ બનાવ્યો ખાસ કરીને મુસ્લિમ યુવા ગ્રુપ જેમણે આ સ્પર્ધાનું આયોજન કર્યું.તેઓ ભવિષ્યમાં પણ દોડ.કુદ.કબડ્ડી.ખોખો.જેવા પ્રોગ્રામ કરી બાળકોનો ઉત્સાહ વધારે તેવા કાર્યો સતત થાય તેવું લોકો ઈચ્છી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: