ફતેપુરા અને સંજેલી તાલુકા ના નલ સે જલ યોજના ના કોન્ટ્રાક્ટરો- અધિકારીઓ સાથે બેઠક યોજાઈ.
રિપોર્ટર – યાસીન ભાભોર ફતેપુરા
ફતેપુરા અને સંજેલી તાલુકા ના નલ સે જલ યોજના ના કોન્ટ્રાક્ટરો- અધિકારીઓ સાથે બેઠક યોજાઈ*.
*ધારાસભ્યએ વધુ 2 મહિનામાં કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ કરવા સૂચના આપી.**2 મહિના બાદ કામગીરી અધુરી હશે તો ગ્રાન્ટના નાણાં રિકવર કરી પોલીસ ફરિયાદ કરાશે: ધારાસભ્ય રમેશ કટારા*ફતેપુરા અને સંજેલી તાલુકામાં મોટાભાગના ગામોમાં કેન્દ્ર સરકારની નલ સે જલ યોજનામાં પાણી મળતું ન હોવાનું તેમજ પાઇપલાઇનની કામગીરી અધૂરી હોવાની વ્યાપક રજૂઆતો મળી હતી જે સંદર્ભે આ યોજનાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે કાર્યાલયમાં બેઠક અને સમીક્ષા કરી હતી.જેમાં વધુ બે મહિનાનો સમય આપ્યો હતો અને તમામ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી બે મહિના બાદ તમામ ગામોની મુલાકાત લઇ કામગીરી બાકી હશે તો ગ્રાન્ટના નાણાં રિકવર કરાશે અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ કાર્યવાહી કરાશે તેવી કડક ભાષામાં સુચના આપી હતી. દાહોદ જિલ્લા સહિત દેશભરમાં કેન્દ્ર સરકારની યોજનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક વિસ્તારમાં ઘર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી યોજના શરૂ કરી હતી જેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની અનેક રજૂઆતો થઈ હતી.જેમાં ફતેપુરા અને સંજેલી તાલુકામાં પણ નળશે જળ યોજનામાં ગામ લોકોને પાણી મળતું નથી તેવી રજૂઆતો થઈ હતી જે બાબતે ધારાસભ્ય રમેશ કટારાએ કોન્ટ્રાક્ટરો અને પાણી પુરવઠા ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં તમામ ગામોની કામગીરી ક્યાં સુધી છે તે બાબતની ચર્ચા કરી હતી. જેમાં મોટાભાગના ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેમજ કેટલાક ગામોમાં સ્થાનિક લોકો કામગીરી કરવા દેતા નથી તેમ જ કેટલાક ગામોમાં પાણી ન હોવાને કારણે પાણી અપાતું નથી ઓપરેટરો પાણી ચાલુ કરતા નથી ગ્રામ પંચાયતના સરપંચો પાણી આપવાની જવાબદારી લેતા નથી કેટલાક ગામોમાં વીજ કંપનીની કામગીરી થઈ નથી મીટરમાં મળ્યા નથી કનેક્શન અપાયું નથી જેવી સમસ્યાઓની તેમજ કેટલાક ગામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અધૂરી કામગીરી મૂકી દેવાય હોવાની પણ ચર્ચાઓ થઈ હતી. ધારાસભ્યએ તમામ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને વધુ બે મહિનાનો સમય આપ્યો હતો અને લોકોને ઘર સુધી પાણી મળવું જોઈએ તે સ્પષ્ટ સૂચના આપી હતી બે મહિના બાદ કામગીરી બાકી હશે તો તે યોજનાના નાણા રિકવર કરવામાં આવશે અને જે તે કોન્ટ્રાક્ટર અધિકારી સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક ભાષામાં સૂચના આપી હતી.*ફતેપુરા તાલુકામાં નલ સેજલ યોજનાની સમીક્ષા બેઠકમાં ૯ જેટલા ગામોમાં કુવો તથા ટાંકો બનાવવા માટે જમીનના પ્રશ્નો ની સમસ્યા છે પાઇપલાઇન થઈ ગઈ છે પરંતુ કુવાની જગ્યા ન હોવાથી કામગીરી અધુરી હોવાનું જાણવા મળ્યું હતું. 17 ગામોમાં કામગીરી અધુરી છે ચાલુ જ નથી થયું. 19 ગામોમાં વીજળીની સમસ્યાના કારણે ગામ લોકોને પાણી મળતું નથી. 28 ગામોમાં પાણી પુરવઠા દ્વારા પાણી આપવામાં આવતું નથી જેના કારણે નલ સેજલ યોજનાનું પાણી ગામ લોકોને મળતું નથી તેવું કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું હતું.**આ બાબતે પાણી પુરવઠા અધિકારી એ જણાવ્યું હતું કે નળશે જળ યોજના માં દરેક ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. જેમાં એક મહિના સુધી કોન્ટ્રાક્ટર ની પાણી આપવાની જવાબદારી હોય છે. ત્યારબાદ ઓપરેટર દ્વારા પાણી આપવાનું હોય છે અને આ ઓપરેટરોને પગાર ગ્રામ પંચાયત દ્વારા નાણાપંચ યોજનામાંથી આપવાનું હોય છે. અને તેનો પરિપત્ર પણ દરેક ગ્રામ પંચાયતોને કરી દેવાયો છે.**આ બાબતે ધારાસભ્ય રમેશ કટારાએ જણાવ્યું હતું કે ફતેપુરાને સંજેલી તાલુકામાં નલ સેજલ યોજના નું પાણી મળતું ન હોવાની રજૂઆતો ને પગલે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક લીધી હતી જેમાં વધુ બે મહિનાનો સમય આપ્યો છે ત્યારબાદ પણ કામગીરી પૂર્ણ ન થાય તો અધિકારી કોન્ટ્રાક્ટર સામે પોલીસ કાર્યવાહી કરાશે તેમ જ નાણાંની પણ રિકવરી કરાશે*.રિપોર્ટર યાસીન ભાભોર ફતેપુરા

