લુણાવાડા જિલ્લા ના મહીસાગર ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો.
લુણાવાડા જિલ્લા ના મહીસાગર ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
આજ રોજ મહિસાગર જિલ્લાના દિવ્યાંગો માટે જરૂરી સાધન સહાય વિતરણ કાર્યક્રમ જયશ્રી મારુતિ નંદન કિસાન વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સુખસર અને લાયન્સ ક્લબ દાહોદના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારની એડીપ સ્કીમ અંતર્ગત યોજવામાં આવેલ જેમાં લાયન્સ ઇન્ટરનેશનલ ના ડિસ્ટ્રિક્ટ 3232-એફ-1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા.વિજયસિંહ ઉમટ અને લુણાવાડાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના અધ્યક્ષસ્થાને દિવ્યાંગોને ટ્રાયસિકલ- વ્હીલ્ચેર, ક્રચીસ, સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટીક, હિયરિંગ એઇડ, ટી.એલ.એમ કીટ., વોકિંગ સ્ટિક અને સ્માર્ટફોન જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા, વિજયસિંહ ઉમટ દ્વારા સંસ્થાને આ સેવાકીય કાર્યો માટે શુભેચ્છા આપી મંત્રી ભરત પંચાલ નું સન્માન કરવામાં આવ્યું ધારાસભ્યશ્રીએ તેમના મતવિસ્તારના દિવ્યાંગોને આ સાધન સહાયથી મહતમ લાભ મળ્યો છે તે માટે સંસ્થાનો આભાર માની સંસ્થાને હરહમેશ મદદ માટે તૈયાર રહેવા જણાવ્યું અને દિવ્યાંગોને આશિર વચન આપ્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાયન્સ ક્લબ દાહોદના પ્રમુખ લા. દિલીપભાઈ મહેતા દ્વારા સૌ મહેમાનોનો શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરી સૌને આવકાર્યા હતા લા, ફિરોજભાઈ લેનવાલા અને લા મહમદભાઈ જાંબુઘોડાવાલા તેમજ સમગ્ર લાયન્સ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા લુણાવાડા નગરના આગેવાન સામાજિક કાર્યકર રાકેશભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને બિરદાવ્યો હતો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવીબેન નીનામા દ્વારા દિવ્યાંગોને મળતા લાભો અને યોજનાઓની જાણકારી આપી આ કાર્ય માટે સંસ્થાને અભિનંદન આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન સંસ્થાના કર્મચારી હિમાંશુભાઈ પટેલ અને અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થાના તમામ કર્મચારીઓએ દિવ્યાંગોને સાધન-સહાય વિતરણમાં સેવા કાર્ય કર્યું હતું સંસ્થાના મંત્રીશ્રી ભરત પંચાલ દ્વારા કેમ્પ અંગેની માહિતી અને સંસ્થાનો પરિચય અને પ્રવૃત્તિ ની માહિતી આપવામાં આવી હતી અને હાજર મહાનુભવોને અભિનંદન આપી આભારની લાગણી વ્યક્ત કરી હતી,

