કપડવંજ શહેરમાં ઘર આંગણે પાણી ભરી રહેલા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજ શહેરમાં ઘર આંગણે પાણી ભરી રહેલા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું
સમગ્ર ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન યુવાનોના હૃદયરોગના હુમલાની ઘટના વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના કપડવંજ શહેરના ડાકોર રોડ પર રહેતા રાહુલભાઈ ચંદ્રકાંતભાઈ સોલંકી ઉ. ૩૯ જેઓ કપડવંજ નગરપાલિકાના પબ્લિક વર્કસ વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પોતાના નિત્યક્રમ અનુસાર તા. ૫ ડિસેમ્બર ના રોજ વહેલી પરોઢે ઘર આંગણે પાણી ભરી રહ્યા હતા તે દરમિયાન અચાનક તેની છાતીમાં દુખાવો ઉપડતા પરિવારજનોએ રાહુલભાઈને કપડવંજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન તેમનું નિધન થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. થોડા સમય અગાઉ કપડવંજ શહેરમાં નવરાત્રી દરમિયાન ૧૭ વર્ષીય કિશોરનું પણ હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું
