ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું.

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતનાનિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ. એન એ. અંજારીયાનાં અધ્યક્ષપણા અને માર્ગદર્શન હેઠળ તા.૦૯ ડિસેમ્બર ૨૦૨૩, શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય, નડીઆદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા વધુમાં વધુ કેસો ફેસલ થાય તે માટે લોક અદાલતનાં લાભો સહિતની માહિતી જાહેર પ્રચાર માધ્યમો દ્વારાજાહેર જનતા અને પક્ષકારોને જાહેર અપીલ કરવામાં આવી હતી.  જેનાં સાર્થક પરિણામ સ્વરૂપ આ નેશનલ લોક અદાલતમાં કોર્ટોમાં ચાલી રહેલાં પેન્ડિંગ કેસોનાં નિકાલમાં જવલંત પરીણામ મળેલ છે. જેમાં મોટર વાહન અકસ્માત વળતરના ૧૫૧ કેસોમાં રૂ.૬,૯૬,૫૪,૮૦૦ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ નાં ચેક રિટર્નના ૭૪૯ કેસોમાં રૂ.૧૧,૭૪,૯૫,૧૮૮ એન.સી. પ્રકારનાં ૨૬૧ કેસો,સ્પેશીયલ સીટિંગ ઓફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં લાગુ પડતાં ૨૨૫૮ કેસો, બેંક/મની રિકવરીના ૯૫ કેસોમાં રૂ.૨,૯૪,૬૯,૦૨૬ લગ્નવિષયક દાવાઓના ૨૨ કેસોમાં રૂ.૫૧,૨૨,૮૯૦ વીજળી-પાણી બિલ લેણાંનાં ૩૩૫ કેસોમાં રૂ.૬૮,૭૨,૯૩૯, અન્ય સિવિલ દાવાઓનાં ૧૮૯ કેસોમાં રૂ.૧,૪૧,૭૪,૮૭૬,સમાધાનલાયક તથા અન્ય ક્રિમીનલ કેસોના ૧૦૭ કેસોમાં રૂ.૧,૧૨,૬૭,૨૭૧ તથા ફેમિલી કોર્ટના ૪૫ મળીને ૪૪૧૨ જેટલાં પેન્ડિંગ કેસોની સાથે  રાષ્ટ્રીયકૃત બેંકો, મધ્ય ગુજરાત વીજ કંપની, અન્ય નાણાકીય સંસ્થાઓનાં લેણી રકમના કોર્ટમાં દાખલ નહીં કરાયેલ તેવા પ્રિલિટિગેશન પ્રકારનાં ૧૧૭૦ કેસોમાં ૨,૨૯,૫૮,૧૧૪ સહિત રૂ.૨૭,૭૦,૧૫,૧૦૪ ની રકમનાં સમાધાન વળતરનાં કેસો, ટ્રાફીક નિયમ ભંગને લગતાં ટ્રાફીક ચલણનાં ૨૦૦૩ કેસોમાં રૂ.૧૬,૧૫,૧૦૦ એમ કુલ ૧૬ લાખથી વધુની રકમ દંડ પેટે સરકાર ખાતે વસુલાત લઈને ૨૭ કરોડથી વધુ સમાધાન-વળતરનાં કુલ-૭૫૮૫ કેસોનો નિકાલ કરવામાં આવ્યો.આ લોક અદાલતમાં ઉપસ્થિત તમામ વકીલશ્રીઓ, બેંકો, વીમા ફાયનાન્સ કંપનીઓ, બી.એસ.એન.એલ. તથા એસ.ટી. નિગમનાં પ્રતિનિધિઓ તથા પક્ષકારો સહિત ફરજ બજાવનાર તમામ કોર્ટના ન્યાયાધીશઓ, કન્સીલીએટરઓ તથા કર્મચારીઓનાં ઉમદા સહયોગથી ઉત્કૃષ્ટ પરિણામ મળેલ છે તેવું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ. એન એ. અંજારીયા  અખબારી યાદીમાં જણાવેલ છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!