નડિયાદ શિતલ સિનેમા પાસે કૂવામાંથી ફોગાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર.
નડિયાદ શિતલ સિનેમા પાસે કૂવામાંથી ફોગાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર
નડિયાદ શિતલ સિનેમા પાસે રામજી મંદિરના અવાવરુ કૂવામાંથી ફોગાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને જાણ કરવામાં આવતાં નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદમાં શિતલ સિનેમા પાસે આવેલ મંગલમ હોલ પાસે આવેલ રામજી મંદિરના અવાવરુ કૂવા નજીક સોમવારે સવારે અસહ્ય દુર્ગંધ આવતાં સ્થાનિકોએ તપાસ કરીતા. સિમેન્ટના પતરા લગાવેલા કૂવા નીચે જોતા કૂવામાં એક વ્યક્તિનો મૃતદેહ હતો. જેને જોતા સ્થાનિકો આશ્ચર્યમાં મૂકાયા હતા અને આ બાબતે નડિયાદ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયરબ્રિગેડની મદદથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. બોડી સંપૂર્ણ ડીકંપોઝ હોય ઓળખ કરવી મુશ્કેલ હતી. પરંતુ ઓળખછતી થતા મરણજનાર હિરેનભાઇ હર્ષદભાઈ દેસાઈ (ઉ.વ.૪૦, રહે.સાતવડ, દેસાઈ વગો) હોવાનું જાણવા મળ્યું છે .પોલીસે હિરેનભાઇની પત્નીને બોલાવી ઓળખ કરાવી અને શર્ટના કલરના આધારે તેમણે ઓળખી બતાવ્યા છે. હાલ પોલીસે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ હત્યા છે કે આત્મહત્યા તે પોલીસ તપાસનો વિષય છે. પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ હિરેનભાઇ દેસાઈ પોતે નજીક આવેલ કરિયાણાની દુકાન ચલાવે છે.