આપના આશીર્વાદ એક એક મતથી સાંસદ ધારાસભ્ય, જિલ્લા પંચાયત સદસ્યો, બન્યા છીએ- ધારાસભ્ય રમેશભાઈ કટારા.
શબ્બીરભાઈ સુનેવાલા
આપના આશીર્વાદ એક એક મતથી સાંસદ ધારાસભ્ય, જિલ્લા પંચાયત સદસ્યો, બન્યા છીએ- ધારાસભ્ય રમેશભાઈ કટારા*
*નળ સે જળ યોજનાથી લોકોના ઘરે ઘર પાણી અને ગેસની પાઇપ લાઇન થી ગેસ પહોંચાડવો છે*
પ્રતિનિધિ દ્વારા.ફતેપુરા તાલુકાના ભુતખેડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા સંકલ્પ યાત્રામાં સાંસદ જશવંતસિંહ ભાભોરે હાજરી આપી હતી તેમની સાથે તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સંકલ્પ યાત્રા માં ધારાસભ્ય રમેશભાઈ કટારા એ લોકોને ગેસની સગડી સહિત વિવિધ સહાય કીટોનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની ને સાંસદ જશવંતસિંહ ભાભોરે સંબોધીને જણાવ્યું હતું હાલ કોઈ ચૂંટણીનો કાર્યક્રમ નથી અમે લોકો કોઈ વોટ લેવા આવ્યા નથી અમે લોકો મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી લઈને સરકારની તમામ યોજનાઓનો લાભ લોકોને ઘરેઘર પહોંચાડવા આવ્યા હોવાનું જણાવી સરકારની તમામ યોજનાઓ સમજવા અને તેનો લાભ લેવા લોકો ને જણાવ્યુ હતુ સાથે આવનાર સમયમાં લોકોના ઘરે ઘર નળ સે જળ યોજના મારફતે પાણી અને ગેસ પાઇપ લાઇન મારફતે ગેસ પહોંચડવા નો છે તેવું જાહેર જનતાને જણાવી મોદી સાહેબની દીર્ઘ દષ્ટિ અને તેમની ફળ શ્રુતિના ભાગરૂપે માનગઢની તાસીર બદલાયેલી હોવાનું જણાવી માનગઢ નો સર્વાંગી વિકાસ આવનાર સમયમાં કરવા માટે કટિબંધ હોવાનું જણાવી 2024 ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે મોદી સાહેબને ચૂંટી લાવવા માટે લોકોને આહવાન કર્યું હતુ