નડિયાદના ગુમ થયેલા વેપારીની લાશ કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના ગુમ થયેલા વેપારીની લાશ કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી

નડિયાદ શહેરના દેસાઈ વગા વિસ્તારમાં રહેતા અને કરિયાણાનો વ્યવસાય કરતા  હિરેન દેસાઈ અને તેમનો મિત્ર ધનંજય દેસાઈ  તા.૮ ડિસેમ્બર રાતથી ગુમ થયા હતા. જેમની શોધખોળ દરમિયાન હિરેન દેસાઈનો મૃતદેહ દેસાઈ વગા વિસ્તારમાં આવેલ રામજી મંદિરના કુવા માંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. જ્યારે મિત્ર ધનંજયનો હજુ કોઇ પત્તો મળ્યો નથી. એક જ વિસ્તારમાં રહેતા અને ખાસ મિત્રો અચાનક ગુમ થતા, અને એકની લાશ મળતા દેસાઈ વગા વિસ્તારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. હિરેનનું મૃત્યુ કેવી રીતે, કયા સંજોગોમાં થયુ તે જાણવા માટે પોલીસે તેની લાશને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તા. ૮ ડિસેમ્બરના રોજ ઘરેથી નીકળેલા હિરેન દેસાઈ ૯ તારીખે ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ નડિયાદ ટાઉન પોલીસ મથકે જાણવા જોગ નોંધ આપી હતી. દરમિયાન સોમવારે સવારે રામજી મંદિરના કુવામાં દુર્ગંધ આવતી હોવાથી તપાસ કરતા લાશ પડી હોવાનું જાણવા મળ્યુ હતુ. કુવામાં લાશ હોવાની જાહેરાત થતા જ પોલીસે ફાયર બ્રિગેડની મદદથી એક કલાકની મહેનતે લાસને બહાર કાઢી હતી. જેની ઓળખ કરતા જ મૃતદેહ હિરેન દેસાઈનો હોવાની ઓળખ થઇ હતી. પોલીસે પોસ્ટ મોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ મોકલી હતી. મહત્વની વાત છેકે હિરેન ગત ૮ તારીખ રાત્રે ઘરેથી નીકળ્યો ત્યારે તેની પત્ની સાથે ફોન પર વાત કરી હતી, અને કહ્યુ હતુ કે હુ ધનંજય સાથે મંદિરે બેઠો છુ. ત્યારબાદ થી તે ઘરે આવ્યો ન હતો. અને તેનો મિત્ર ધનંજય પણ ૮ તારીખ થી ગુમ છે.  પ્રાથમિક તારણ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. લાશનો કબજો લઇ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. જ્યાથી વિસેરા લઇ ફોરેન્સિક તપાસ માટે મોકલી અપ્યા છે. હાલ મૃત્યુનું પ્રાથમિક કારણ ડુબી જવાથી થયુ હોવાનું મળ્યું છે. વધુ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: