નેહરુ યુવા કેન્દ્ર દાહોદની કુમારી રાજવી કડિયા એ રાજ્યકક્ષાના યુવા મહોત્સવમાં ગાંધીનગર ખાતે કાવ્ય લેખનમાં પ્રથમક્રમાંક મેળવીને દાહોદ જીલ્લાનું નામ રોશન કર્યું.
અજય સાંસી
નેહરુ યુવા કેન્દ્ર દાહોદની કુમારી રાજવી કડિયા એ રાજ્યકક્ષાના યુવા મહોત્સવમાં ગાંધીનગર ખાતે કાવ્ય લેખનમાં પ્રથમક્રમાંક મેળવીને દાહોદ જીલ્લાનું નામ રોશન કર્યું.
ભારત સરકાર ના યુવા કાર્યક્ર્મ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગાંધીનગર દ્વારા તા.૧૦ અને ૧૧/૧૨/૨૩ ના રોજ મોઢેશ્વરી ભવન પેથાપુર (ગાંધીનગર)ખાતે યોજાયેલ જેમાં ગુજરાતના તમામ ૩૬ જીલ્લામાંથી પ્રથમ અને દ્રિતીય ક્રમાંક ધરાવતા યુવા/યુવતીઓ એ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં પંચપ્રણ અમૃતકાલ વિષય રાખવામાં આવેલ હતો.તમામ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તેમાંથી નેહરુ યુવા કેન્દ્ર દાહોદની કુમારી રાજવી કડિયા રાજ્યકક્ષાના યુવા મહોત્સવમાં કાવ્ય લેખનમાં પ્રથમક્રમાંક મેળવ્યો અને રોકડ પુરષ્કાર રૂ.૧૫,૦૦૦/- અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં માનનીય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તેમજ ગુજરાત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ના રાજ્ય નિર્દેશક શ્રીમતી મનીષાબેન શાહના હસ્તે ઇનામ મેળવીને દાહોદ જીલ્લાનું નામ રોશન કર્યું હતું.આ કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગાંધીનગર દ્વારા યોજાયેલ હતો.

