શાળામાં સ્લેબનો પોપડો પડતા અભ્યાસ કરતા ત્રણ જેટલા બાળકો ઇજાગ્રસ્ત.
નરેશ ગનવાણી નડિયાદ
શાળામાં સ્લેબનો પોપડો પડતા અભ્યાસ કરતા ત્રણ જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા
માતર તાલુકાના શેખપુરની શાળામાં અભ્યાસ કરતા બાળકો પર સ્લેબનો પોપડોપડતા ત્રણ જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા ત્રણે બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા છે. શાળાની બીસ્માર હાલત બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવાછતાં કોઈ જાતનું ધ્યાન ના અપાતા આ ઘટના બની હોવાનું વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવીરહ્યો છે. માતર તાલુકાના શેખપુરમાં આવેલીપ્રાથમિક શાળામાં આજે અભ્યાસકરતા બાળકોના માથે જર્જરિતશાળાના સ્લેબનો પોપડો પડ્યો હતોજેના કારણે વિદ્યાર્થીઓમા નાસભાગ મચી ગઇ હતી જ્યારે ત્રણ જેટલા નાનાબાળકોને ઈજા થઈ હતી. શાળાના શિક્ષકોએ તાત્કાલિક ત્રણ બાળકોને સારવાર અર્થે હોસ્પીટલમાં લઈ ગયા હતા. જેમાં એક બાળકને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. આ બનાવને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓના જણાવ્યા અનુસાર શાળાની બીસ્માર હાલત બાબતે ધણી વખત લેખીત અને મૌખીક રજૂઆત કરવામાં આવી હોવાછતાં તંત્ર દ્વારા તેની મરામત કરવામાં આવી નથી જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી.

