ફતેપુરા કોર્ટમાં યોજાયલ લોક અદાલતમાં ₹10,56,927 ની રિકવરી કરાઈ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા કોર્ટમાં યોજાયલ લોક અદાલતમાં ₹10,56,927 ની રિકવરી કરવામાં આવી જજ શ્રી જે જે ગઢવી સાહેબે દીપ પ્રગટાવી લોક અદાલત ખુલ્લો મુક્યો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ પ્રિન્સિપલ સિવિલ અને જુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ ફતેપુરામાં જી એસ એલ એસ એ અમદાવાદના વડાપણા તેમજ ડીએલએસએ દાહોદના માર્ગદર્શન હેઠળ શ્રી જે જે ગઢવી સાહેબ પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની આગેવાની તળે સફળતાપૂર્વક લોક અદાલત યોજાઇ હતી જેનું દીપ પ્રગટાવી ને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમાં ફતેપુરાના બાર એસોસિએશનના પ્રમુખ સી એસ પારગી વકીલ એ બી શાહ. પી એમ કલાલ. એ જી ઘાંચી. એ.ડી રાઠોડ. શ્રીમતી એલ જી નીનામા . વગેરે વકીલો હાજર રહ્યા હતા લોક અદાલતમાં પ્રિલીટીગેશન ચેક તેમજ વીજ કંપનીના કુલ 1065 કેસ પૈકી 67 કેસોમાં ₹10,56,927 રિકવર થયેલા ચેક બાઉન્સના 138 ના 9 કેસ. ભરણપોષણના 8 કેસ .તથા દીવાની દાવા તથા 3 કેસ. અને પ્રોહીબીશન કબૂલાતના400 મળીને 420 કેસો ફેસલ કરવામાં આવેલ હતા