પી.એમ એફ.એમ.ઇ યોજના અંતગર્ત  જિલ્લા કક્ષાની ડી.એલ.સી. બેઠક યોજાઇ.

નરેશ ગનવાણી નડિયાદ

પી.એમ એફ.એમ.ઇ યોજના અંતગર્ત  જિલ્લા કક્ષાની ડી.એલ.સી. બેઠક યોજાઇ

પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફુડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝીજ યોજના અંતર્ગત ક્લેક્ટર  કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિની(ડી.એલ.સી.) બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં ફૂડ પ્રોસેસિંગને લગતા કુલ ૦૬ લાભાર્થીને મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટના લાભાર્થીઓને સરકારી સહાય મળશે અને જેનાથી જિલ્લામાં રોજગારીની તકો વધશે.વધુમાં જિલ્લા ક્લેક્ટર દ્વારા યોજનાનો બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું જેથી વધુમાં વધુ લાભાર્થીઓને સરકારની આ યોજનાનો લાભ મળે. આ બેઠકમાં નાયબ બાગાયત નિયામક, પ્રતિનિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી, લીડ ડિસ્ટ્રિક્ટ બેન્ક મેનેજર, ડી.આર.ડી.એ.ના ડી.એલ.એમ, નાબાર્ડના ડી.ડી.એમ., ડી. આઈ. સી.ના પ્રતિનિધિ તેમજ કમળા ગ્રામ પંચાયત સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: