દાહોદમાં વધુ એક કોરોના દર્દીને રજા અપાઈ : એક્ટીવ કેસ ૭
દાહોદ તા.૦૫
ગયા મહિને ઈન્દૌરથી આવેલ એક પરિવાર દાહોદ દફનવિધિમાં આવ્યા હતા. આ દફનવિધિમાં એક ૯ વર્ષીય બાળકી મુસ્કાનને કોરોના ચેપ લાગ્યો હતો અને આ બાદ તેના મામાને પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ બંન્નેને સમેત પરિવારના તમામ સદસ્યોને કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. કોરેન્ટાઈનના સમયગાળા દરમ્યાન પ્રથમ મુસ્કાને કોરોના સામે જીત મેળવ્યા બાદ તેના મામાએ પણ કોરોના સામેની જંગ જીતી જતાં આજરોજ તેઓને દાહોદ ઝાયડસ હોÂસ્પટલના કોરેન્ટાઈનમાંથી રજા આપતા ઈન્દૌર ખાતે જવા રવાના થયા હતા. જા મધ્યપ્રદેશના નીમચ ખાતેથી કુરેશી પરિવાર કોરોના સંક્રમણને લઈ દાહોદ પ્રવેશતું નહીં તો આજે દાહોદ જિલ્લો કોરોના મુક્ત થવાની કગારે હોત અને ગ્રીન ઝોનમાં પણ સામેલ થઈ જતુ પરંતુ દાહોદ જિલ્લા વહીવટી તંત્રની તમામ કામગીરીઓમાં પણ જાણે ગ્રહણ લાગ્યુ હોય તેમ હાલ પ્રતિત થઈ રહ્યું છે.
ગત માસમાં ઈન્દૌરથી ૯ વર્ષીય મુસ્કાન તેના નાનાની દફનવિધિ માટે પોતાના પરિવારજનો સાથે દાહોદ આવી હતી. આ બાદ પ્રથમ મુસ્કાનને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને બાદમાં કેટલાક દિવસો બાદ તેના મામા મહોમંદ રહીમ કુંજડાને કોરોના પોઝીટીવ આવતા બંન્ને મામા – ભાણેજને કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. મુસ્કાનને વડોદરા ખાતે કોરેન્ટાઈન કરવામાં આવી હતી જ્યારે તેના મામા મહોમંદને દાહોદની ઝાયડસ હોÂસ્પટલ કોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. પ્રથમ વડોદરા ખાતે ૯ વર્ષીય મુસ્કાને કોરોનાને મ્હાત આપી સાજી થઈ હતી ત્યારે આજ રોજ તેના મામા મહોમંદે પણ કોરાના સામે જંગ જીતતા આજરોજ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહોમંદને હોÂસ્પટલમાંથી રજા આપી તેને તેના વતન ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરી હતી.આમ, હવે દાહોદમાં કોરોનાના આંકડો ૭ પર રહેવા પામ્યો છે. જા મધ્યપ્રદેશના નીમચથી કુરેશી પરિવારના સદસ્યો દાહોદમાં પ્રવેશ્યા ન હોત તો આજે દાહોદ ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ થતું પરંતુ હાલ એક જ પરિવારના ૭ સદસ્યો કોરોના પોઝીટીવ આવતા અત્યારે દાહોદ આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્રનું કામ આવનાર દિવસોમાં વધુ મુશ્કેલ બની રહેશે તેમ પ્રતિત થઈ રહ્યું છે.