42 મી માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપ ગુજરાત-2023
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
42 મી માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપ ગુજરાત-2023*
આજ રોજ વડોદરા માંજલપુર સપોર્ટ કોમ્પલેક્ષ ખાતે 42 મી માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપ ગુજરાત-2023 યોજવામાં આવી હતી જેમાં દાહોદ જીલ્લા ખાતે Gr-4 માં ફરજ બજાવતા PSI રાજેશ વસૈયા નાઓએ ખેલદિલી ની ભાવના સાથે તેઓએ સારું પ્રદર્શન કરી ચક્ર ફેક ગેમ્સ માં સિલ્વર મેડલ અને બર્શી ફેંક માં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાત પોલીસ તેમજ દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે તેમજ દાહોદ જિલ્લા પોલીસ BDDS માં ફરજ બજાવતા સોમજી ભાઈ હઠીલા નાઓએ 1500 મી દોડ માં ગોલ્ડ મેડલ મેળવેલ છે તેમજ pc વિક્રમ ભાઈ નાઓએ એજ ગ્રુપ 35 માં ગોલ્ડ મેડલ મેળવેલ છે આમ દાહોદ જીલ્લા પોલીસ માં ફરજ બજાવતા ત્રણેય પોલીસ જવાનો એ દાહોદ પોલીસ તેમજ ગુજરાત પોલીસ નું નામ રોશન કરેલ છે. આ ત્રણેય પોલીસ રમતવીરો એ પોલીસ વિભાગમાં તેઓનું નામ મોખરે કર્યું છે.