ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા રખડતાં ઢોર. પાણીનો વેડફાટ તેમજ બાંધકામ માટે નોટીસ જાહેર કરી એલાઉન્સ કર્યું.
પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા રખડતાં ઢોર. પાણીનો વેડફાટ તેમજ બાંધકામ માટે નોટીસ જાહેર કરી એલાઉન્સ કર્યું
હતુંફતેપુરા ગ્રામ પંચાય વિસ્તારમાં પંચાયત દ્વારા આપવામાં આવતું પીવાના પાણીને રસ્તા ઉપર ઢોળી તેમજ પંચાયતની પરવાનગી વગર બાંધકામ કરતાં જમીન માલિક તેમજ મકાન માલિકો તથા નગરમાં રખડતા પશુપાલકોને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ જાહેર કરીને લોકોને જણાવવામાં આવ્યું હતુંફતેપુરા નગરમાં જ્યાં જુઓ ત્યાં કાદવ અને કાદવ જ જોવા મળી રહ્યો છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ફતેપુરા નગરમાં આપવામાં આવતું પાણીનું બગાડ કરવો નહીં પાણી રસ્તા પર બિનજરૂરી ઢોળવું નહીં કચરો રસ્તા પર નાખવો નહીં સ્વચ્છતા અભિયાન ને ધ્યાનમાં રાખીને સાથ સહકાર આપવો તેમજ નગરમાં અને રખડતા પશુઓના માલિકો દ્વારા પોતાના પશુઓને બાંધી રાખવા જાહેરમાં છુટા મુકવા નહીં તેમજ ફતેપુરા નગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા મકાન માલિકો તેમજ જમીન માલિકોને નવા તેમજ જૂનું બાંધકામ કરવા માટે ફતેપુરા ગ્રામ પંચાયતની પરવાનગી ફરજિયાત લેવી પડશે તેમ ન કરવામાં કસુરવાર થશે તો 5100 રૂપિયાનો દંડ ફતેપુરા ગ્રામ પંચાયતને આપવો પડશે તેવી જાહેર સૂચના ફતેપુરા ગ્રામ પંચાયત માઇક દ્વારા એલાઉન્સ કરવામાં આવ્યું હતું