તસ્કરોએ બંધ મકાનમાં બેઠક રૂમનો દરવાજો ખોલી ચોરી કરી ફરાર થઇ ગયા.
નરેશ ગનવાણી નડિયાદ
તસ્કરોએ બંધ મકાનમાં બેઠક રૂમનો દરવાજો ખોલી ચોરી કરી ફરાર થઇ ગયા
મહેમદાવાદમાં મદદનીશ શિક્ષકના ઘરે તસ્કરોએ રૂપિયા ૫૦ હજાર ૫૦૦ના મત્તાની ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહેમદાવાદના સેવાદળ રોડ ઉપર આવેલ જસ્મીન સોસાયટીના મકાનમાં રહેતા ફિરોજભાઈ સિકંદરભાઈ મનસુરી તેઓ માણસા સ્થિત આવેલ હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમની પત્ની સાથે માણસા મુકામે ભાડાના મકાનમાં રહે છે. રજાના દિવસો અને તહેવાર કે પ્રસંગોપાત તેઓ મહેમદાવાદ પોતાના ઘરે આવતા હોય છે. ગઇકાલે તેમના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ બેઠક રૂમનો દરવાજો તોડી તસ્કરોએ સ્ટોર રૂમમાં લોખંડની તિજોરીના લોક તોડી આ ઉપરાંત ઘરના ઉપરના માળે બેડરૂમમાં મુકેલ લાકડાનું કબાટ ખોલી અંદરથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ૫૦ હજાર ૫૦૦નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે ચોરીના બનાવ મામલે ફિરોજભાઈને જાણ થતાં ફિરોજભાઈ પોતાના ઘરે આવ્યા હતા. જ્યાં ઘરનો તમામ સર સામાન વેર વિખરેલ હાલતમાં જોતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને આ સમગ્ર મામલે તેઓએ મહેમદાવાદ પોલીસમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.