સંતરામપુર પોલીસે કારના ચોર ખાનામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યું.
સંજય જયસ્વાલ સંતરામપુર
સંતરામપુર પોલીસે કારના ચોર ખાનામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યું.
રાજસ્થાનથી અમદાવાદ જતો 59 હજારનો જથ્થો જપ્તરાજસ્થાનથી અમદાવાદ જતી કારને પોલીસે પકડીને કારના ચોરખાનામાં સંતાડેલો રૂા.59 હજારના દારૂ સાથે ચાલકને પકડીને સંતરામપુર પોલીસ મથકે પ્રોહીનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.એક સફેદ કલરની આઈ-ટેન કાર ઈંગ્લીશ દારૂ ભરીને રાજસ્થાન થી અમદાવાદ તરફ જવાની બાતમી આધારે સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે.કે.ડીંડોરને મળતા શહેરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી બાતમીવાળી કાર આવતાં કારને ઉભી રાખી કાર ચેક કરતા ગાડીની ડેકી તથા ગાડીમાં સીટ અને પાછળના લાઈટની અંદર બનાવેલ ચોર ખાનમાંથી રૂા.59790નો દારૂ તથા કાર મળીને કુલ રૂા.3.14 લાખનો મુદ્દામાલ કબજે કરીને દારૂ ભરીને જતા રાજસ્થાનની કારના ચાલક આરોપી ભીમરાય દેવરામ ચૌધરીને પકડીને સંતરામપુર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.