ખોટુ ઈમેલ આઈડી બનાવી યુવક પાસેથી ગઠિયાએ ૨૦ હજાર રૂપિયા ખંખેરી લીધા.
નરેશ ગનવાણી નડિયાદ
ખોટુ ઈમેલ આઈડી બનાવી યુવક પાસેથી ગઠિયાએ ૨૦ હજાર રૂપિયા ખંખેરી લીધા
નડિયાદ પશ્ચિમમાં પીજ રોડ પર આવેલ ધરતી સોસાયટીમાં રહેતા નિમેષભાઈ મુકેશભાઈ જૈન અમદાવાદમાં ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. ગત ૬ જુલાઈ ૨૦૨૩ના રોજ તેમના મોબાઇલમાં કંપનીનું આઈડી બનાવેલ હતું તે આઈડી તેમના કંપનીના ઓનર જલ્પન ઉપાધ્યાયના નામના આઈડી હતું અને તે આઈડી ઉપરથી મેસેજ આવેલ કે હું અત્યારે વ્યસ્ત છું અને ફોન પર વાત કરી શકાય તેમ નથી મારે તમારી પાસે કામ છે મારે મારા અંગત ખર્ચ પર રૂપિયા ૨૦ હજાર ટ્રાન્સફર કરવાના છે પરંતુ મારું એકાઉન્ટ એક્સેસ નથી થતું અત્યારે તમે તમારા એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરી આપો. હું તમને સાંજે પરત કરી આપીશ જો તમે હા પાડતા હોય તો હું એકાઉન્ટની વિગતો મોકલું ‘ત્યારબાદ આ વ્યક્તિએ ગગન પટેલ નામના વ્યક્તિનો એકાઉન્ટ નંબર આપ્યો હતો અને આ નિમેષભાઈ જેને રૂપિયા ૨૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ ફરીથી રૂપિયા ૫૦ હજારની માંગણી કરવામાં આવતા નિમેષભાઈને શક જતા તેઓએ કંપનીના ઓનર જલપન ઉપાધ્યાયને ફોન કરી સીધી વાત કરી હતી. જેમાં હકીકત જણાવતા જલ્પનભાઈએ કહ્યું કે મેં આવો કોઈ મેસેજ કર્યો નથી. જેથી નિમેષભાઈને પોતાની સાથે છતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં આ સમગ્ર મામલે જે તે સમયે સાયબર હેલ્પલાઇન નંબર ઉપર અને ગઇકાલે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

