ઝાલોદ નગરમાં બે બાઇક સવાર ઇસમો મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ નગરમાં બે બાઇક સવાર ઇસમો મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર.

: મોટા ભાગના જાહેર રોડ પરના કેમેરા બંધ હાલતમાં બાઇક સવાર ચોરો ધોળે દિવસે સક્રિય થતાં ગ્રામજનોમાં અનેક ચર્ચાએ જોર પકડયું તારીખ 19-12-2023 ના રોજ નગરના મીઠાચોક વિસ્તારમાં રહેતા એવા બી.ઓ.બી બેંકના નિવૃત્ત કર્મચારી સીમાબેન કોઠારી પોતાના અંગત કામઅર્થે અંદાજીત બપોરના બે વાગ્યાના સમય દરમ્યાન પોતાના રહેઠાણ વિસ્તારમાંથી જતાં હતાં તે દરમિયાન બે બાઇક પર સવાર ચોરો દ્વારા મહિલાના ગળામાં પહેરેલ ચેન ખેંચી ફરાર થઈ ગયેલ હતા. લૂંટનો ભોગ બનેલ મહિલા કઈ સમજે તે પહેલા લૂંટારા ફરાર થઈ ગયેલ હતા. આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો તાત્કાલિક ઘટના સ્થળે ભેગા થઈ ગયેલ હતા અને ત્યારબાદ સહુ ભેગા થઈ આ ઘટનાની જાણકારી પોલિસ સ્ટેશનમાં આપવા ગયેલ હતા. પોલિસ સ્ટેશનમાં આવી તાત્કાલિક નગરના લોકો દ્વારા સી.સી.ટી.વી કેમેરા જોવા કહેતા કેમેરા બંધ હાલતમાં જોવા મળેલ હતા. નગરમાં લોકમુખે ચર્ચા મુજબ નગરના સી.સી.ટી.વી કેમેરા કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળી રહેલ છે આ અંગે નગરના અગ્રણીઓ દ્વારા જવાબદાર અધિકારીઓને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાય કોઈ સાંભળવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. નગરના જાહેર રોડ પરના કેમેરા બંધ હોવાથી ગુન્હાહિત પ્રવૃત્તિ ધરાવનાર બાઈક ચોરોને પકડવા પોલિસ માટે પણ મોટો પડકાર હોય તેમ લાગી રહ્યું છે. લૂંટ થયેલ વિસ્તારની નજીક જ પોલિસ પોઇન્ટ અને ડી.વાય.એસ.પી ઓફિસ કાર્યરત હોવા છતાય ગુનેગારોને પોલીસનો કોઈ ડર હોય તેમ લાગતું નથી અને બિંદાસ ચોરી કરી નાસી જઇ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે. લૂંટના ભોગ બનેલ મહિલાની સપોર્ટમાં તાત્કાલિક પોલિસ દ્વારા નગરની પ્રાઇવેટ દુકાનોના બહારના કેમેરાની તપાસ કરવામાં આવી હતી. પ્રાઇવેટ દુકાન બહારના સી.સી.ટી.વી કેમેરાની તપાસ કરતા પોલીસને મહત્વની કડી મળેલ હતી તેના આધારે પોલિસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. લૂંટનો ભોગ બનેલ બેંકના નિવૃત્ત મહિલા કર્મચારી સીમાબેન કોઠારી દ્વારા બે અજાણ્યા બાઈક સવાર ચોરો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલિસ સ્ટેશનમાં અરજી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: