ગ્રામીણ ક્ષેત્રે વિકાસને લઈ ગોઠીબ મુકામે એકલ ગ્રામોથાનનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ગ્રામીણ ક્ષેત્રે વિકાસને લઈ ગોઠીબ મુકામે એકલ ગ્રામોથાનનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
એકલ ગ્રામોથાન ફાઉન્ડેશન આપણા દેશના અંતરિયાળ/આદિવાસી ગામોમાં સર્વગ્રાહી ગ્રામ વિકાસના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યું છે. એકલ દેશના છેવાડાના ભાગોમાં 1,00,000 થી વધુ ગામડાઓમાં કામ કરી રહી છે. એકલના કાર્યના સૌથી મહત્વપૂર્ણ પાસાઓ પૈકી એક ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને કેવી રીતે સશક્તિકરણ, પગભર અને પોતનું પરિવારમાં મદદરૂપ થાય તે હેતુથી આજ રોજ એકલ ગ્રામોથાન ફાઉન્ડેશનનાં માધ્યમ થી ગોઠિબની અંદર ઉદ્ઘાઘાટન સમારોહ રાખવામાં આવ્યું હતું એમાં ઉપસ્થિત ઉતર ગુજરાત ભાગ માંથી મહિલા પ્રભારી પિનલબેન મનીષભાઈ પંચાલના હસ્તે કરવામા આવ્યુ જેમા મહીસાગર અંચલનાં સમિતિ તથા કાર્યકર્તા , ગોઠીબ ગામનાં સરપંચ, ગામનાં લોકો , હાજર રહ્યા હતાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.