પરિણીતાને ઝેર આપીને મારી નાખવાની ધમકી આપી અને ઘરમાંથી કાઢી મૂકી.
નરેશ ગનવાણી નડિયાદ
પરિણીતાને ઝેર આપીને મારી નાખવાની ધમકી આપી અને ઘરમાંથી કાઢી મૂકી
મહુધાના અલીણાની દિકરીને પર પતિ, સાસુ, સસરાએ દહેજ પેટે ૩ લાખની માંગણી કરી હતી. પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ બાબતે અવાજ ઉઠાવતા પરીણીતાને સાસુએ પુત્રવધુને કહ્યું તને ઝેરનું ઈન્જેકશન આપી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ સંદર્ભે પીડીતાએ મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહુધા તાલુકાના અલીણા ગામે રહેતી નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીના લગ્ન વર્ષ ૨૦૨૧માં પોતાના સમાજમાં રીતી રિવાજ મુજબ મૂળ કઠલાલના અને હાલ અમદાવાદ જુહાપુરા ખાતે રહેતા યુવાન સાથે થયા હતા. લગ્ન કરી સ્ત્રી ધન તેમજ રોકડ રૂપિયા ૨ લાખ સાથે તેણીની સાસરે આવેલી હતી. પરીણીતાનું લગ્નજીવન શરૂઆતના સમયમાં સારી રીતે ચાલ્યું હતું. ત્યારબાદ સાસુ ઘરના કામકાજ બાબતે મહેણાં ટોણા મારી સાસુ પોતે નર્સ હોય પુત્રવધુને ઝેરનું ઇન્જેક્શન આપી મારી નાખવાની ધમકીઓ આપતા હતા અને કહેતા હતા કે તે મારા છોકરાની જિંદગી ખરાબ કરી નાખી છે. તેમજ પરિણીતાના સસરા પણ નાની નાની વાતમાં અપશબ્દો બોલતા હતા. જોકે આ તમામ ત્રાસ પીડીતા મુંગા મોઢે સહન કરતી હતી. પતિના કોઈ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ છે. જેની જાણ થયા બાદ પીડિતા પર વધુ અત્યાચાર ગુજારવામાં આવતો હતો. પરંતુ આમ છતાં પીડીતા કોઈને કાંઈ કહેતી નહોતી. ત્યારબાદ પીડિતા અવાજ ઉઠાવતા તેણીની દહેજનો ભોગ બની હતી. સાસરિયાંઓ કહ્યું કે તારા પિતાએ ફક્ત રૂપિયા બે લાખ આપ્યા છે તો બીજા ત્રણ લાખ લઈ આવ નહીં તો તને ઘરમાં નહીં આવવા દઈએ અને મારા દીકરાને લંડન મોકલી દઈશું તેમ કહી ઘરમાંથી કાઢી મૂકી હતી. છેલ્લા દોઢેક વર્ષથી પીડિતા પોતાની અલીણામાં રહે છે. સાસરિયાઓ તેડવા પણ આવતા નથી કે છૂટાછેડા પણ આપવા તૈયાર નથી છેવટે આ સંદર્ભે પીડીતાએ મહુધા પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ નોંધાવી છે.