નડિયાદ પાસે ટુડેલ ગામે આવેલ કંપનીમાં તસ્કરોએ રૂપિયા ૨૨ લાખ રોકડાની ચોરી કરી ફરાર.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પાસે ટુડેલ ગામે આવેલ કંપનીમાં તસ્કરોએ રૂપિયા ૨૨ લાખ રોકડાની ચોરી કરી ફરાર
નડિયાદ પાસે ટુડે ગામે આવેલ કંપનીની ઓફિસમાં ૨૨ લાખની તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા. સીસીટીવી 2 તસ્કરો દેખાયા છે. આ બનાવ મામલે વસો પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદમાં મંજીપુરા વિસ્તારમાં મહેશભાઈ માવજીભાઈ પટેલ રહે તેઓ ભાગીદારીમાં પીજ ચોકડી નજીક ટુંડેલ ગામની સીમમાં ઉત્સવ ફૂડ પ્રોડક્ટસ કંપની વર્ષ ૨૦૦૫થી ચલાવે છે જે કંપનીનો વહીવટ પોતે કરે છે. તા. ૧૫મી ડિસેમ્બરના રોજ કંપનીના કામદારોનો પગાર કરવાનો હતો તેમજ વહીવટી ખર્ચ હોય જે માટે કંપનીના કેસીયરે બેંકના ખાતામાંથી રૂપિયા ૨૪ લાખ ઉપાડ્યા હતા. જેમાંથી બે લાખ રૂપિયા કંપનીના ખર્ચમાં વપરાયેલા હતા અને બાકીના ૨૨ લાખ રૂપિયા ઓફિસના લોકરમાં મુકેલ હતા અને લોકરની ચાવી બાજુમાં આવેલ દિવાલ પરના લાકડાના કબાટમાં મૂકી હતી.
૧૬મી ડિસેમ્બરના રોજ સાંજે રૂપિયાની જરૂર પડતા મહેશભાઈએ લોકરમાંથી રૂપિયા લેવા ઓફિસમાં લોકરની ચાવી મુકેલ કબાટમાં જોતા કબાટના બંને દરવાજા ખુલ્લા હતા અને ઓફિસના દરવાજાની ઉપર ફીટ કરેલ કાચ પણ નીચે આડો પડેલો હતો. ચોરીની શંકા જતા તેઓએ લોકર ખોલી જોતા લોકરમાં મુકેલા રૂપિયા ૨૨ લાખની ચલણી નોટો મળી આવી નહોતી. ત્યારબાદ મહેશભાઈએ ઓફિસની આજુબાજુ પણ તપાસ કરી હતી. કંપનીમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા આ સીસીટીવી ફૂટેજમાં બે માણસો જેકેટ પહેરેલ જે કંપનીમાં પ્રવેશી નાણાં ચોરી લીધા હોવાનું જણાઈ આવ્યું હતું. આથી આ સંદર્ભે મહેશભાઈ પટેલે વસો પોલીસમાં આજરોજ ફરિયાદ નોંધાવી છે.