ઝાલોદ નગરમાં ફૂડ સેફ્ટી અવેરનેસ કેમ્પ યોજાયો.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ નગરમાં ફૂડ સેફ્ટી અવેરનેસ કેમ્પ યોજાયો

ઝાલોદ નગરના અગ્રવાલ ગેસ્ટ હાઉસના એક હોલમાં ફૂડ એન્ડ સેફટી એવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારે 11:30 વાગે યોજાયો હતો. આ કેમ્પમાં ઝાલોદ અને લીમડી નગરના અંદાજીત 70 જેટલા વ્યાપારીઓ એ ભાગ લીધો હતો. દાહોદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઝાલોદ અને સાંજેલીમાં નાસ્તો, ફરસાણ હોટલના માલિકો સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી. આ કેમ્પમાં ફૂડ સેફ્ટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેટ અન્વયે ફૂડ સેફ્ટી અવેરનેસ તેમજ વ્યાપારીઓમાં ફૂડ પ્રત્યે જાગૃતિ આવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત વ્યાપારીઓ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: