તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ લીમખેડા ખાતે આયોજિત ત્રિદિવસીય સાયન્સ ફેર માં બીજા દિવસે લગભગ 12 કૃતિઓ અને 15 સ્ટોલ ને પુરસ્કૃત કરવામાં આવ્યા.

રમેશ પટેલ

તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ લીમખેડા ખાતે આયોજિત ત્રિદિવસીય સાયન્સ ફેર માં બીજા દિવસે લગભગ 12 કૃતિઓ અને 15 સ્ટોલ ને પુરસ્કૃત કરવામાં આવ્યા

સાયન્સ ફેર ના બીજા દિવસે લગભગ 850 થી પણ વધારે મુલાકાતથીઓ તથા આઠ સ્કૂલના 1200 થી પણ વધારે વિદ્યાર્થીઓ દ્વારા આ સાયન્સ ફેર ની મુલાકાત લેવામાં આવી.

આજે મુખ્ય આકર્ષણના કેન્દ્રમાં વિદ્યાર્થીઓ દ્વારા ફનફેર માટે અલગ અલગ ડાન્સની પ્રસુતિ 18 થી પણ વધારે ફૂડના સ્ટોલ તથા 80 થી પણ વધારે વિજ્ઞાન ની કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.

આજરોજ ફેર માં બીઆરસી કો-ઓર્ડીનેટર ઋષિભાઈ સલાણીયા તથા સી આર સી કોર્ડીનેટર ભરતભાઈ બારૈયા દ્વારા મુલાકાત અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આજના દિવસે દરેક સ્ટોલ માંથી બેસ્ટ કૃતિઓ ને આમંત્રિત મહેમાન ડોક્ટર ઉમેશભાઈ સથવારા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા.
આવતીકાલે શનિવારના રોજ પણ સાયન્સ ની પ્રદર્શનની સવારના 8:00 થી 12 વાગ્યા સુધીમાં જોવા મળશે

સંસ્થાના ચેરમેન ચિરાગભાઈ શાહ દ્વારા આવતીકાલે સાયન્સ ફેર માં વધુમાં વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને મુલાકાતિઓ જોવા માટે વધારે તેવી અપીલ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: