નડિયાદમાં કાપડના રોલ ભરેલા કન્ટેનરમાં  આગ લાગતાં અફરાતફરી મચી ગઇ.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં કાપડના રોલ ભરેલા કન્ટેનરમાં  આગ લાગતાં અફરાતફરી મચી ગઇ

નડિયાદમાં  મફતલાલ મીલ પાસે એક ઊભેલા કાપડના રોલ ભરેલા કન્ટેનરમાં એકાએક આગ લાગી હતી. આ બનાવમાં કન્ટેનરમાં રહેલ તમામ કાપડના રોલનું મટીરીયલ બળીને ખાખ થયું છે. ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને થતાં આગ પર કાબુ મેળવ્યો છે.વહેલી સવારે નડિયાદમાં નવી મફતલાલ મીલ બહાર એક કન્ટેનર  ઊભું રહ્યું હતું. તમા ભરેલા કાપડના રોલમા એકદમ આગ લાગી હતી. ભીષણ આગ લાગતા  નાસભાગ  મચી ગઇ  હતી. ઘટનાની જાણ નડિયાદ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના કર્મચારીઓ વોટર બ્રાઉઝર સાથે દોડી ગયા હતા અને કન્ટેનરના પાછળ ભરેલા કાપડના રોલમાં પાણીનો છંટકાવ કરી મહામુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ લાગેલ આગના કારણે કન્ટેનરમાં  તમામ કાપડના રોલનું મટીરીયલ બળીને ખાખ થઇ ગયું હતું. આગ લાગેલા કન્ટેનરમાંથી  બળેલા રોલને જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. ટ્રકના ટાયર ગરમ થતાં હિટ પકડતા કન્ટેનરની અંદર રહેલ કાપડના રોલમા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: