હાઇવે પર જૈન સાધુ સાધ્વીઓને થતા અકસ્માત નિવારવા જૈન સમાજ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નરેશ ગનવાણી નડિયાદ

હાઇવે પર જૈન સાધુ સાધ્વીઓને થતા અકસ્માત નિવારવા જૈન સમાજ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જૈન સમાજના આગેવાનો દ્વારા ટ્રક ચાલકોને સમજાવવા માટે નમ્ર પ્રયાસ કરાયો છે. ખેડા પાસેના રધવાણજ ટોલ પ્લાઝા પાસે આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદ જૈન સમાજના આગેવાનોએ રવિવારે અમદાવાદને જોડતા ખેડા હાઇવે, બગોદરા હાઈવે અને મહેસાણા હાઇવે પર કે જ્યાંથી અમદાવાદ ખાતે મોટાભાગના ટ્રકો આવતી જતી હોય છે. ત્યાં પહોંચી વિહાર કરતા જૈન ગુરૂભગવંતોને પડતી તકલીફો નિવારવા અને સુરક્ષા માટે ખાસ ટ્રક ચાલકોને સમજાવવામાં અવ્યા હતા.  અમદાવાદની આસપાસ ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રક ડ્રાઇવરોને મીઠાઇના બોક્સ આપવામાં આવ્યા હતા. અને સમજ અપાઈ હતી કે જ્યારે તેઓ હાઇવે પર વાહન ચલાવતા  હોય ત્યારે વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીઓની દરકાર અને સંભાળ કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમાજના લોકો દ્વારા ટ્રક ડ્રાઇવરોને વિનંતી કરવામાં આવી હતી કે રસ્તામાં જ્યાં વિહાર કરતાં જૈન સાધુ-સાધ્વી મળે તો અકસ્માત ન થાય તેની વિશેષ કાળજી રાખવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!