ઝાલોદ નગરમાં ચોરો બિન્દાસ મચાવતા આતંક.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરમાં ચોરો બિન્દાસ મચાવતા આતંક :
પોલીસને પડકાર ફેંકતા હોય તેમ બિન્દાસ કરતા ચોરી બસ સ્ટેશનની અંદર થી સાંજના સમય દરમ્યાન બાઇક ચોરી કરી ઝાલોદ નગરમાં થોડા દિવસ અગાઉ જ ધોળે દિવસે બે અજાણ્યા જણાતા બાઇક સવારો દ્વારા બપોરે નિવૃત્ત બેંક કર્મચારી મહિલાના ગળામાંથી અછોડો તોડી ફરાર થઈ ગયેલ હતા. ત્યાં ફરી કોઈ અજાણ્યા જણાતા એવા ચોરો નગરના બંધ કેમેરાનો ફાયદો ઉઠાવી સાંજના સમય દરમ્યાન બિન્દાસ બાઇક ચોરી કરી નાશી છુટેલ છે. તારીખ 22-12-2023 શુક્રવારના રોજ નગરના ભરચક વિસ્તાર એવા બસ સ્ટેશનની અંદર થી આસરે સાંજના 6:30 ની આસપાસ એક બાઇક જેનો નંબર GJ-20-AD-8775 છે તે કોઈ અજાણ્યા જણાતા ચોર દ્વારા ચોરી કરી નાસી છૂટેલ છે. આ બાઈક બસ સ્ટેશનની અંદર દીપ ઓફસેટની સીડીની પાસે પાર્ક કરેલ હતી. બાઇકનું કામ પડતાં બાઇક લઇ જવા આવ્યા ત્યારે પાર્ક કરેલ વિસ્તારમાં બાઇક જોવા મળેલ ન હતી ત્યાર બાદ આજુબાજુ બસ સ્ટેશનમાં ફરી શોધખોળ કરતા બાઇક ન મળતાં બાઇક ચોરાયાની શંકા જતાં બારીયા કાંતિ રામા દ્વારા ઝાલોદ પોલિસ સ્ટેશનમાં આ અંગે અરજી આપી તપાસ કરવા જણાવ્યું હતું. ઝાલોદ પોલીસને અરજી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આસપાસ વિસ્તારના કેમેરા તપાસ્યા હતા અને કેમેરા ઓમાં મળતી માહિતીને આધારે પોલિસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. નગરમાં બિંદાસ રીતે થઈ રહેલ ચોરીને લઈ નગરના લોકોમાં ચારે કોર ચર્ચાનો વિષય બનેલ છે. આવા બિંદાસ જણાતા ચોરો જલ્દી પકડાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સાથે સાથે નગરમાં અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો પર સી.સી.ટી.વી કેમેરા બંધ છે તો તે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગણી નગરજનોના દ્વારા સાંભળવા મળી રહેલ છે.