ફતેપુરા તાલુકાના ભોજેલાથી કતલખાને લઈ જવાતી ભેંસોને બચાવી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
શબ્બીરભાઈ સુનેલવાલા પત્રકાર ફતેપુરા
ફતેપુરા તાલુકાના ભોજેલાથી કતલખાને લઈ જવાતી ભેંસોને બચાવી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી*
*કતલખાને લઈ જવાતી બે ભેંસો,બોલેરો પીક અપ ડાલા સહિત સુખસર પોલીસે ૨.૪૦ લાખનો મુદ્દા માલ કબજે કર્યો*
ફતેપુરા તાલુકાના સુખસર પંથક માંથી પસાર થતા અને કતલખાને લઈ જવાતા પશુઓ સુખસર પોલીસ દ્વારા ઝડપી તેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાતા કતલખાનાઓ સાથે સંકળાયેલા ઈસમોમાં ફાફડાટની લાગણી ફેલાઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે. તેવી જ રીતે સોમવારના રોજ પીક અપ ડાલામાં બે ભેંસો ભરી ભોજેલા તરફથી ઝાલોદ તરફ જઈ રહેલ હોવાની ચોક્કસ બાતમીના આધારે સુખસર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાતા ગેરકાયદેસર કતલખાનાઓમાં કતલના ઇરાદે પશુઓની હેરાફેરી કરતા તત્વોમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ સુખસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સોમવારના રોજ સુખસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલ કે,એક સફેદ કલરની પીક અપ ગાડીમાં પશુઓ ખીચોખીચ કૃરતા પૂર્વક ભરી ભોજેલા તરફથી સુખસર થઈ ઝાલોદ તરફ કતલ કરવા લઈ જનાર છે તેવી બાતમી ના આધારે સુખસર પોલીસે પંચોને સાથે રાખી ભોજેલા ચોકડી રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતા.ત્યારબાદ સાંજના છ વાગ્યાના અરસામાં સુખસર તરફથી એક બાતમી વાળી સફેદ કલરની પીક અપ ગાડી આવતા તે ગાડીને પોલીસે ઉભી રાખવાનો ઈશારો કરતા ગાડી ઉભી રાખેલ નહીં.જેથી પોલીસે સરકારી ગાડીથી તેનો પીછો કરી પીક અપ ગાડીને ઉભી રખાવેલ. અને પીકઅપ ગાડીમાં પંચો રૂબરૂ જોતાં બે ભેસોને ટૂંકા દોરડાથી બાંધી કતલખાને ભરી લઈ જતી પીક અપના ચાલક ડ્રાઇવર નું પંચો રૂબરૂ નામ પૂછતા પોતાનું નામ દિલીપભાઈ વિરસીંગભાઇ જાતે ડામોર રહે. ભોજેલા,લબાના પાડા ફળિયુ,તા. ફતેપુરા તથા તેની બાજુમાં બેસેલા ઈસમનું નામ પૂછતા વરસિંગભાઈ ભગાભાઈ કલાસવા રહે.ભોજેલા, લબાના પાડા ફળિયું,તા.ફતેપુરા જી. દાહોદનો હોવાનું જણાવેલ.જેથી સદર પીકપ ગાડીનો રજીસ્ટર નંબર-જીજે.૨૦-એક્સ.૨૯૪૨ નો લખેલ.અને આ ગાડીમાં જોતા ભેંસો નંગ બે બાંધેલ હોય જે એક ભેંસ ની કિંમત રૂપિયા-૨૦,૦૦૦ લેખે ગણી જોતા ભેસો નંગ બે ની કિંમત રૂપિયા૪૦,૦૦૦ હજાર તેમજ પીકપ ગાડીની કિંમત-૨,૦૦૦૦૦ લાખ મળી કુલ ૨.૪૦ હજારનો મુદ્દામાલ કબજે કરી વિગત વારનું પંચનામું કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.તેમજ મળી આવેલ બંને ભેસોને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ઘાસની તથા પાણીની વ્યવસ્થા કરી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.તેમજ પકડાયેલા બંને ઈસોમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત બાબતે દિલીપભાઈ વીરસીંગભાઇ ડામોર તથા વરસીંગભાઇ ભગાભાઈ કલાસવા બંને રહે.ભોજેલાના ઓની વિરૂદ્ધ ધી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ની કલમ-૧૧(૧)(ડી),(ઇ),(એફ),(એચ) તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯ મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.