ફતેપુરા નગરમાં આગામી તહેવારોને અનુલક્ષીને પી એસ આઈની અધ્યક્ષ સ્થાને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી.
પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરા નગરમાં આગામી તહેવારોને અનુલક્ષીને પી એસ આઈની અધ્યક્ષ સ્થાને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પોલીસ મથકના પી.એસ.આઇ જે બી તડવી ની ઉપસ્થિતિમાં ફતેપુરા નગરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું જેમાં ફતેપુરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ આ ફુટ પેટ્રોલિંગમાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ સ્ટેશન રોડ મેન બજાર હોળી ચકલા વિસ્તાર ધુધસચોકડી પાછલા પ્લોટ વિસ્તાર જુના બસ સ્ટેન્ડ વિસ્તાર માં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું આગમી તહેવાર જેવા કે નાતાલ થર્ટી ફર્સ્ટ જેવા તહેવારોમાં ભાઈચારો જળવાઈ રહે તહેવારો હળી મળીને ઉજવી શકે તેમજ નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું