લોકડાઉનમાં સમય નો સદુપયોગ અને કોરોનાના બચાવ માટે જાતે સિલાઈ કરી માસ્ક બનાવતા નરેન્દ્રભાઈ સોની
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.7
સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેનાથી બચવાના માત્ર બેજ ઉપાય કારગર છે , સોશિયલ ડીસ્ટનીગ તેમજ માસ્કનો ઉપયોગ.
લોકડાઉનમાં બધા જ્યારે ઘરમાજ રહે છે ત્યારે જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સોની જાતે સીવણ કાર્ય કરી માસ્ક બનાવી વિતરણ કરી રહ્યા છે.
આ અંગે નરેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું કે અમારા બાપુજી પાસેથી અમેં નાનપણમાં સીલાઇ કામ સિખેલ , દિવસે ઘરે બેસી રહીએ તેના કરતાં કેમ નઇ માસ્ક બનાવીએ ? મને બપોરના સમયમાં જ્યારે પણ સમય મળે ત્યારે ઘરેજ સિલાઈ કરી માસ્ક બનાવુ છું.અને આજુ બાજુ જરૂરિયાત મંદને તે માસ્ક આપી દઈએ છે ,
આમ જાતે સિવાથી સમય પણ પસાર થાય છે અને આવડત નો ઉપયોગ કરી કૈક કરવાનો સંતોષ પણ પ્રાપ્ત થાય છે..
લોકડાઉનમાં ખરેખર નરેન્દ્રભાઈ સોની દ્વારા જાતે સીવી માસ્ક બનાવવાની વાત થી બહુ લોકોને પ્રેરણા મળી રહી છે ત્યારે તેઓ અપીલ કરતા જણાવે છેકે જેને પણ સિલાઈ કાર્ય આવડતું હોય તેઓએ પોતાનાથી બનતા માસ્ક બનાવી ગરીબ અને જરૂરીયાતમંદને વિતરણ કરવા જોઈએ.
#Sindhuuday Dahod