નડિયાદમાં ઉભરાતી ગટરોની સમસ્યાના કારણે લોકોને હાલાકી.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં ઉભરાતી ગટરોની સમસ્યાના કારણે લોકોને હાલાકી
નડિયાદ પીજ ભાગોળથી નાગરવાળા ઢાળ તરફના માર્ગે પર છેલ્લા ઘણા દિવસોથી ગટરોના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાનીમાં મુકાયા છે. ઉપરાંત ચાલતા જતા લોકોની પણ સંખ્યા વધુ હોવાથી તમામને ગંદા પાણીમાં પસાર થઉ પડે છે. નડિયાદમાં રસ્તા પરના ખાડા અને ગટરની સમસ્યાના કારણે રહીશોને વારંવાર પરેશાનીમાં મુકાવું પડતુ હોય છે. નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં હોસ્પિટલ અને દુકાનો આવેલી છે. ત્યારે આ માર્ગે છેલ્લા ઘણા દિવસથી ગટરના પાણી ઉભરાવાના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાની પડે છે. આ માર્ગે ઘરોમાં રહેતા સ્થાનિકોને દુર્ગધમાં રહેવાની સ્થિતિ સર્જાઇ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રસ્તા પર અગાઉ ગટરના પાણી ઉભરાયા હતા જેનો નિકાલ કરાયો હતો. પરંતુ થોડા દિવસ બાદ ફરી એ જ સ્થિતિ સર્જાતા સમસ્યા વધી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરાઈ છે.

