માગશરી પુનમે ગુરુ ગોવિંદ જયંતિ અને ભીલોના બલિદાન નિમિત્તે હજારો લોકો માનગઢ ધામે ભેગા થયાં.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ *

માગશરી પુનમે ગુરુ ગોવિંદ જયંતિ અને ભીલોના બલિદાન નિમિત્તે હજારો લોકો માનગડ ધામે ભેગા મળ્યા**

સામાજિક આગેવાનો રાજારામ કટારા અને અજીતદેવ પારગી પણ સંતો ભક્તો સાથે માનગડની મુલાકાતે આવ્યા હતાં.*

આજરોજ તારીખ ૨૬/૧૨/૨૦૨૩ માગસરી પુનમના રોજ માનગડ ખાતે પુજ્ય ગુરુ ગોવિંદજી ની હયાતીથી જ તેમના જન્મ નિમિત ભેગા મળવાનો અને ભક્તિ નો મેળો ગુરુ ગોવિંદે માનગડ બાંધ્યો હતો. આવા માગશરી પુનમના મેળામા જ જનજાતી સમાજના ઉત્થાન અને વિકાસ માટે સંપસભાની રચના થઈ હતી, આવા માગસરી પુનમના મેળા દરમ્યાન જ આઝાદીના આંદોલનમા ભીલોનો રંગ એવા માનગડ બલિદાનની ઘટના ઘટી હતી અને ૧૫૦૭ થી વધારે ભક્તો સંતોએ અંગ્રેજોની ગોળીથી બલિદાની વ્હોરી હતી. ગુરુ ગોવિંદના ભક્તો અને આદિવાસી સમાજ માટે માગશરી પુનમનુ ઐતિહાસિક મહત્વ છે ત્યારે માનગડ ખાતે વિવિધ કાર્યક્રમો પણ આ દિવસની યાદમાં થયાં હતાં. આજના કાર્યક્રમમા જનજાતી સામાજીક આગેવાનો રાજારામજી કટારા અને અજીતદેવ પારગી વગેરેએ પણ સંતો ભક્તોની સાથે માનગડની મુલાકાત કરી ગુરુ ગોવિંદજી ને નમન વંદન કરી ગુરુની ધુણીની વંદના કરી હતી, સાથે જ અમર બલિદાનના સાક્ષી એવા માનગડમા બલિદાની વિરોને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી અને માનગડ રાષ્ટ્રીય સ્મારક ઘોષિત થાય એવો સંકલ્પ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: