ઝાલોદ તાલુકાના પીપળીયા અને મુણઘા ગામમાં વુમન વેલનેશ કેમ્પ યોજાયો.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના પીપળીયા અને મુણઘા ગામમાં વુમન વેલનેશ કેમ્પ યોજાયો

સ્તન કેન્સર અંગે જાગૃતિ હેઠળ યોજાયેલ કેમ્પમાં મળતી માહિતી થી સહુ મહિલા પ્રસંશા કરતી જોવા મળી

આશીર્વાદ ફાઉંડેશન દ્વારા 26 ડિસેમ્બરના રોજ ઝાલોદ તાલુકાના પીપળીયા ગામમાં અને મુણઘા ગામની જય ખોડિયાર માઁ માધ્યમિક શાળા ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ ( wwc )હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક આર.એસ.પટેલ તેમજ બહેનોના રોલ મોડલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર હિના જરીવાલા , કે.સી.પટેલના સહયોગથી લાભાર્થીઓ માટે કોર્ડીંનેટર વૈશાલી બારીયા અને તેમની ટીમ દ્વારા સ્તન કેન્સર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. સ્તનના સ્વ-પરિક્ષણ દ્વારા 5 મહત્વના પગલા જેવાકે નાની ગાંઠ, લાલ ચકામા, ખીલ, ફોલ્લી અથવા નિપલમા થી પ્રવાહી જરતું હોય તેવા ચિન્હો દેખાય તો તાત્કાલિક ડોક્ટરી તપાસ મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બીમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દર વર્ષે તેનું વહેલા તબક્કે તેનું નિદાન અને ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોંચેલ આ બીમારી ખૂબ ખર્ચાળ અને દર્દીને બચાવવા અનિશ્ચિત બની શકે છે. આ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી. આવી સુંદર માહિતીનો લાભ આ બહેનોને ક્યારેય મળ્યો હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સહુ બહેનો પ્રસંશા કરતી જોવા મળતી હતી અને આવી સુંદર અને સચોટ માહિતી દરેક બહેનો બીજી બહેનોને પહોંચાડશે તેવી ખાત્રી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: