હાઇવોલ્ટેજ વીજ લાઇનને લકઝરી બસ અડકી જતાં એક મહિલાનુ મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ

હાઇવોલ્ટેજ વીજ લાઇનને લકઝરી બસ અડકી જતાં એક મહિલાનુ મોત નિપજ્યું
ડાકોરમા મુખા તળાવ નજીક આવેલ પહિયારીજીના આશ્રમથી પાછા વળતાં સમયે લકજારી ઉપરથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈનને અડકી જતાં બસમાં બેઠેલા પ્રવાસીઓને કરંટ લાગ્યો હતો. જેમાંથી ૩ પ્રવાસીઓને વધુ કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે બે લોકોને સારવાર ચાલી રહી છે. કચ્છ જિલ્લાના અંજારથી દક્ષિણ ભારત ખાતે ધાર્મિક પ્રવાસ જવા એક લકઝરી બસ નીકળી હતી. જે મંગળવારે લકઝરી બસ પ્રવાસીઓ સાથે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરના ઠાકોરના દર્શન કરવા આવ્યા હતા. બપોર બાદ ડાકોરના મુખા તળાવ પાસે આવેલ પહિયારીજીના આશ્રમથી બસમા પ્રવાસીઓ પાછા વળતા હતા. ત્યારે લકજારી બસ રિવર્સ લેતાં ઉપરથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈનને અડકી જતાં બસમાં કરંટ ઉતર્યો હતો.બસમાં બેઠેલા ૩૦થી વધુ પ્રવાસીઓને કરંટ લાગ્યો હતો. પરંતુ આ લોકોને માત્ર ઝટકો લાગ્યો હતો જ્યારે બસમા બેઠેલા બે મહિલા અને એક પુરૂષને કરંટની વધારે અસર થતા ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એક મહિલાનુ તો મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટના બાદ ડાકોર પોલીસ બનાવ સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ લકઝરી બસમાં બેઠેલા જ્યોતિબેને કરંટ લાગતા મૃત્યુ થયું છે. જ્યારે ઘાયલમા બે વ્યક્તિ જેમાં એક મહિલા વાસુબેન અને ત્રિકમભાઈને સારવાર અર્થે નડીઆદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. અને ઈજાગ્રસ્ત ત્રિકમભાઈ રતનાલ રહેવાસી તા. કંડોના કચ્છ જિલ્લાના અને વાસુબેન ગામ મોરગઢ, તા.ભચાઉ જિલ્લો કચ્છના હોવાનું મલુમ પડ્યુ છે કચ્છથી દક્ષિણ ભારત યાત્રાએ તમામ પ્રવાસીઓ લક્ઝરી બસમાં નીકળ્યા હતા. ડાકોર દર્શન કર્યા બાદ પાછા વળતા સમયે આ ઘટના બની છે. જ્યારે મૃતક મહિલા રસોઈયા તરીકે જોડાઈ હોવાનું જાણવા મળ્યું છે.
