કલેકટર કચેરી ખાતે જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

નરેશ ગનવાણી નડિયાદ

કલેકટર કચેરી ખાતે જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા કલેકટર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને તા.૨૮ ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે (જિલ્લા લોક ફરિયાદ નિવારણ) જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર  કે. એલ. બચાણીએ ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો અને સંબધિત અધિકારી દ્વારા આ પ્રશ્નોના અનુસંધાને કરવામાં આવેલી કામગીરીની રજૂઆત સાંભળી હતી અને સરકારના સર્વિસ લેવલ અગ્રીમેન્ટ (SLA) મુજબ નિશ્ચિત સમયગાળામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.     જિલ્લા લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમની આ બેઠકમાં માધ્યમિક શાળાનું મકાન બનાવવા, ગટરલાઈન-પેવર બ્લોક, ગટરની ગંદકી દુર કરવા, નર્સિંગ સ્કુલના બાંધકામ બાબતે, પીએમઆવાસ યોજના હપ્તા મેળવવા, જમીન સર્વે, ક્ષતિ સુધારણા હુકમ બાબતે, સાસરી પક્ષ તરફથી ત્રાસ અંગે, મુખ્યમંત્રી સડક યોજના, હેઝાક્લીન બાયોમેડીકલ વેસ્ટ યુનીટ અને ગેરકાયદેસર દબાણ દુર કરવા સહુતના કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત સાંભળી જરૂરી કાર્યવાહી કરવા સંબધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા કલેક્ટરએ વર્તમાન પરિસ્થિતિને અનુસંધાને જાહેર રોડ-રસ્તા અને સંભવિત કોવિડ સમસ્યા માટે સતર્ક રહેવા સંબધિત વિભાગોને સુચનાઓ આપી હતી.  આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેકટર ભરત જોશી, સહિત સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: