નડિયાદ પાસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પાસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા

નડિયાદના નવા બિલોદરા ખાતેના હોમગાર્ડઝના ઘરમા  અડધી રાત્રે મકાન માલિક પોતાના ઘરે આવતાં તસ્કરો ભાગી ગયા હતા આમ છતાં પણ રૂપિયા ૧.૯૨ લાખના મુદ્દામાલની ચોરી કરી ૪ તસ્કરો થઇ ગયા આ સમગ્ર બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ તાલુકાના નવા બિલોદરા ગામે આવેલ કર્મવીરનગર સોસાયટીમાં મનીષકુમાર કિરણભાઈ રાણા રહે છે. જે પોતે હોમગાર્ડમાં છે .અને પ્રાઇવેટ નોકરી પણ કરે છે. ૨૭મી ડીસેમ્બરના રોજ મનીષકુમારના સાળા વલસાડ મુકામે મરણ ગયા હોય તેઓ પરિવાર સાથે વલસાડ  ગયા હતા. ૨૮મી ડિસેમ્બરના રોજ મોડી રાત્રે આશરે પોણા ત્રણ એક વાગ્યાની આસપાસ પોતાના ઘરે પરત આવતા ઘરના આંગણામાં એક વ્યક્તિને ઉભા જોઈ મનીષકુમાર ચોંકી ઊઠયા હતા અને બૂમાબૂમ કરતા આ વ્યક્તિ ઘરના પાછળના દરવાજેથી દિવાલ કૂદી દોડવા લાગ્યો હતો અને તેની પાછળ બીજા ત્રણ માણસો ઘરમાંથી દોડ્યા હતા આ ચારેય વ્યક્તિઓનો મનીષકુમારે પીછો કર્યો હતો. પરંતુ આમ છતાં તેમના હાથમાં ન આવ્યા ત્યારબાદ  મનીષભાઈ ઘરમાં આવી જોતા ઘરની રૂમમાં મુકેલ સરસ સામાન અસ્તવ્યસ્ત હતો. અને તપાસ કરતા રોકડ રૂપિયા ૨૫ હજાર તેમજ અન્ય સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧ લાખ ૯૨ હજાર ૬૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સમગ્ર મામલે મનીષભાઈએ નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ચોરીનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!