દાહોદમાં વધુ એક કોરોના દર્દીનો સમાવેશ : કુલ એક્ટીવ કેસ ૧૪ પર પહોંચ્યો

અનવરખાન પઠાણ

દાહોદ, તા.૯
દાહોદમાં આજરોજ વધુ એક કોરોના પોઝીટીવ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઈકાલે દાહોદમાંથી લીધેલા ૧૦૭ જેટલાં સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા જે પૈકી ૧૦૬ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેમજ ૧ પોઝીટીવ કેસ દાહોદમાં નોંધાતા શહેર સહીત લોકોમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે.
વધુમાં જાણયા અનુસાર કોરોના મુક્તિ તરફ પ્રયાણ કરી રહેલા દાહોદ શહેરમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લાવાસીઓ સહીત વહીવટીતંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જેના લીધે જિલ્લા સમાહર્તાશ્રીએ કોરોના સંક્રમણને નાથવા માટે દાહોદ શહેરના જુના વણકરવાસને કંટેઇન્મેન્ટ એરીયા તેમજ કસ્બા વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરાયો છે. ત્યારબાદ બહારગામથી આવતા દરેક લોકો પર આરોગ્યવિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોરોનટાઇન કરી તેમના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ત્યારે બાંદ્રાથી દાહોદ આવેલા અને કોરોના પોઝિટિવ પામેલા આૅફેંદ્દીનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરેન્ટાઇન કરી તેમના સેમ્પલો તપાસ માટે લેવામાં આવી રહ્યા છે. તેવામાં આરોગ્યતંત્ર દ્વારા બાંદ્રાથી દાહોદ આવેલા આૅફેંદિનના ચાલક સજાઉદ્દીન નેનુદ્દીન કાજી સહીત કુલ ૧૦૭ લોકોના સેમ્પલો ચકાસણી કરવા માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ કુલ ૧૦૭ સેમ્પલ પૈકી ૧૦૬ સેમ્પલો નેગેટિવ આવવા પામ્યા છે ત્યારે અને ઓફેદ્દીનના ૩૨ વર્ષીય ડ્રાઇવર સજાઉદ્દીન નેનુદ્દીન કાશી કાજીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠયો હતો. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૮ કોરોના પોઝિટિવના કેસો નોંધાવા પામ્યા છે. જે પૈકી ચાર દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓના ઘરે મોકલવામાં આવ્યા છે. હાલ દાહોદમાં કોરોના પોઝીટીવના કુલ ૧૪ એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: