નડિયાદ પાસે કણજરીમા બાઇક ધીમુ ચલાવવા બાબતે બે જૂથો વચ્ચે પંથ્થરમારો.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પાસે કણજરીમા બાઇક ધીમુ ચલાવવા બાબતે બે જૂથો વચ્ચે પંથ્થરમારો
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજરી ગામે મોડી રાત્રે બે પક્ષ વચ્ચે જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં સામસામે પથ્થરમારો કર્યો હતો સ્થાનિક પોલીસ સહિત ડીવાયએસપી અને પોલીસ અધિકારીઓ દોડી જતા સ્થિતિ કાબૂમાં આવી હતી.
નડિયાદના કણજરી ગામે શનિવારની મોડી રાત્રે મોટરસાયકલ ધીમું ચલાવવા બાબતે બે પક્ષના ટોળા સામસામે આવી ગયા હતા. અને પથ્થરમારો કરાયો હતો. ઘટનાની જાણ વડતાલ પોલીસને થતાં સ્થાનિક પોલીસ દોડી આવી હતી જે બાદ એલસીબી, એસઓજી પોલીસ ડીવાયએસપી અને જિલ્લા પોલીસ વડા તુરંત દોડી આવ્યા હતા. જોકે, સ્થાનિક પોલીસે સમગ્ર ગામ વિસ્તારમાં પરિસ્થિતિને કન્ટ્રોલમાં લઈ લીધી હતી. હાલ સમગ્ર પરિસ્થતિ નિયંત્રણ હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ બાબતે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે હાલ આ બનાવ કોઈ વ્યક્તિ ઘાયલ હોવાનું સામે આવ્યું નથી. પોલીસ ગામના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી ફરિયાદ નોંધવાની કામગીરી તેજ કરી છે. અમે બંને પક્ષના આગેવાનો સાથે વાતચીત કરી મામલો થાળે પાડયો છે. હાલ પોલીસ જવાનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પરિસ્થતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવ્યું છે. હાલ સુધી આ ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર અમને મળ્યા નથી.

