કપડવંજમાં એક શખ્સે મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમના નામે લોન લીધી, હપ્તા ન ભરતા ફરિયાદ.
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજમાં એક શખ્સે મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમના નામે લોન લીધી, હપ્તા ન ભરતા ફરિયાદ
કપડવંજમાં એક વેક્તિએ મહિલાઓના વિશ્વાસ કેળવી મારે રૂપિયાની ઘણી જરૂર છે તેમ કહી ૭ મહિલાઓના નામે લોન મંજૂર કરાવી હતી. વિશ્વાસ અપાવ્યો હતો કે તે લોન નો હપ્તો ભરશ પરંતુ માર્ચ ૨૩થી હપ્તા ભરવાના બંધ કરી દેતા ધિરાણ કરનાર બેંકે મહિલાઓના ઘરે આવતા હતા. જેના કારણે આ સમગ્ર બનાવ મામલે આજે ફરિયાદ કપડવંજ ટાઉન પોલીસમાં નોધાઈ છે.
કપડવંજ શહેરમાં જમાલપુર છાપરા વિસ્તારમાં રહેતા કોકીલાબેન પોપટભાઈ પરમાર જે મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ફળિયામાં રહેતા ઈરફાનભાઈ રસિકભાઈ મન્સૂરી કે જેઓ શાકભાજીનો ધંધો કરે છે. તેમના ઘરે અલગ અલગ ફાઈનાન્સ તથા બેંકના માણસો લોન બાબતે મીટીંગ કરતા હોય અને ફાઇનાન્સ તથા બેંકના કર્મચારીઓ આ વિસ્તારમાં રહેતા ગરીબ મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાત મુજબ લોન ગ્રુપ બનાવી આપતા હતા. આથી કોકીલાબેનએ પણ આ ઈરફાનભાઇ મારફતે અગાઉ લોન લીધેલ હતી.
આ ઈરફાનભાઇ સાથે ઘર જેવો સંબંધ કોકીલાબેન સહિત અન્ય છ મહિલાઓને જોડાયો હતો. મહિલાઓને ઈરફાનભાઇએ જરૂરિયાત સમયે લોન અપાવી હોય સંબંધ વધારે વિશ્વાસ બન્યો હતો. કોકીલાબેન અને અન્ય બીજી ૬ મહિલાઓ મળી કુલ ૭ મહિલાઓ પાસેથી ઈરફાનભાઈએ વિશ્વાસ કેળવી પોતાને રૂપિયાની જરૂર છે અને લોનની જરૂર હોવાનું જણાવ્યું હતું. ઇરફાનભાઇએ ૭ મહિલાઓના નામે લોન મંજૂર કરાવી હતી. જે તે સમયે ઇરફાનભાઇ જણાવ્યું હતું કે લોનના હપ્તા સમયસર ભરી દઈશ પરંતુ ગયા માર્ચ માસથી લોનના હપ્તા ન ભરતા બેંક તેમજ ફાઇનાન્સ વાળા મહિલાઓના ઘરે આંટાફેરા શરૂ કર્યા હતા. કુલ રૂપિયા પાચ લાખ બાવન હજારની લોન હતી તેના હપ્તા ન ભરાતા તમામ મહિલાઓ ઇરફાનભાઇના ઘરે આવ્યા ઈરફાનભાઇ ઘરે હાજર ન હોય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આથી આ બનાવ સંદર્ભે કોકીલાબેન પરમારે કપડવંજ ટાઉન પોલીસમાં ઉપરોક્ત ઇરફાનભાઇ રસિદભાઈ મન્સૂરી સામે ફરિયાદ નોંધાવી છે.