નડિયાદમાં ગુરુ ગોવિંદસિંહ સાહિબની ૩૫૭ મી જન્મ જયંતી પ્રસંગે શહેરમાં નગરયાત્રા નીકળી.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં ગુરુ ગોવિંદસિંહ સાહિબની ૩૫૭ મી જન્મ જયંતી પ્રસંગે શહેરમાં નગરયાત્રા નીકળી
નડિયાદમાં નગર કીર્તન યાત્રા શહેરના માર્ગો પર ફરી હતી. જેમાં તમામ સંપ્રદાયના વડાઓ જોડાયા હતા. આ કીર્તન યાત્રાએ શહેરમાં ૬ કિલોમીટર થી વધારે અંતર ફરી હતી. જેમાં શીખ સમાજની મહિલાઓએ યાત્રાની આગળ રહીને માર્ગેને પાણીથી સ્વરછ કર્યો હતો. આ યાત્રામાં મોટા પ્રમાણમાં નગરજનો જોડાયા હતા. શીખ સમાજ દ્વારા ગુરુ ગોવિંદસિંહ સાહિબની ૩૫૭ મી જન્મ જયંતી પ્રસંગે શહેરમાં છેલ્લા ૭ વર્ષથી નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વર્ષના છેલ્લા દિવસે નડિયાદમાં નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઠેરઠેર ગુરુ ગ્રંથ સાહેબ નું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોમી એકતાના દર્શન થયા હતા. જેમાં તમામ સંપ્રદાયના વડાઓએ આ નગરયાત્રામાં ગ્રંથ સાહેબના દર્શન કર્યા હતા. આ યાત્રામાં મોટી માત્રામાં નગરજનો જોડાયા હતા. ઉપરાંત શીખ સમાજના યુવાનોએ વિવિધ કરતબો કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર માર્ગે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ શોભા યાત્રા રામતલાવડી ગુરુદ્વારાથી, મિશન રોડ, સરદાર ભવન, સરદાર સ્ટેચ્યુ, સંતરામ રોડ – સીટી પોઇન્ટ, સંતરામ રોડ, સિંધી માર્કેટ, જવાહરનગર ગુરુદ્વારા, રામતલાવડી ગુરુદ્વારા પરત ફરી હતી. જેમાં બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો જોડાયા હતા.

