સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને  સંતરામ મંદિર પરિસર, નડીઆદ ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો.

નરેશ ગનવાણી નડિયાદ

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને  સંતરામ મંદિર પરિસર, નડીઆદ ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત તા. ૧ જાન્યુઆરી ૨૪ના રોજ સમગ્ર રાજયમાં ૧૦૮ સ્થળો પર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમના આયોજન હતું. જેના અનુસંધાને આજે સવારે ૭ કલાક થી ૮:૪૫ કલાક સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે ખેડા જિલ્લાના મુખ્ય કાર્યક્રમમાં કુલ ૫૪૭ જેટલા સહભાગીઓ સૂર્ય નમસ્કાર કરી રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનમાં સહભાગી થયા.આ પ્રસંગે ખેડા જિલ્લાના ધારાસભ્યઓ, જિલ્લા કલેકટર, અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના મહાનુભાવોએ પણ સૂર્ય નમસ્કાર કરી તંદુરસ્ત જીવન જીવવા માટે લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમમાં મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સૂર્ય નમસ્કારના લાભ જણાવી ઉપસ્થિત તમામને નિરોગી જીવન માટે સંકલ્પબદ્ધ થવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાનમાં ભાગ લેનાર  ડો. સંજય બ્રહ્મભટ્ટ અને  કલ્યાણી આચાર્ય દ્વારા આ કાર્યક્રમમાં ભાગીદાર થવા બદલ આનંદની અનુભૂતિ થઈ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે હાજર સૌ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મોઢેરા ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહેમદાવાદ ધારાસભ્ય  અર્જુનસિંહ ચૌહાણ, માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, જિલ્લા કલેકટર  કે. એલ. બચાણી, જિલ્લા પોલીસ અધિક્ષક  રાજેશ ગઢીયા, નડિયાદ પ્રાંત અધિકારી  કલ્પેશ સુવેરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી  અક્ષય મકવાણા, જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથીયા સહિત સંબધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સૂર્યનમસ્કાર  સહભાગીદાર ભાઈઓ, બહેનો, કોચ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!