નડિયાદમાં મોટરસાયકલના ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને ટક્કર મારતા રાહદારીનુ મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં મોટરસાયકલના ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને ટક્કર મારતા રાહદારીનુ મોત નિપજ્યું
નડિયાદ શહેરમાં કપડવંજ રોડ પર રહેતા ગોવીંદભાઈ રૂપાભાઈ તળપદા ગત ૩૧મી ડીસેમ્બરના રોજ સાંજે પોતાના ઘર નજીક અકસ્માતનો આવાજ ગોવીંદભાઈ રોડ પર પહોંચી તપાસ કરતા પોતાનો ભત્રીજો દિનેશ રોડ ઉપર માથાના ભાગેથી નીચે પડેલ હતો અને તેને નજીકમા એક કાળા કલરનું બાઇક પડેલ હતુ. મોટરસાયકલ પાછળ બેઠેલ ઈસમને પણ ઈજા પહોંચી હતી. ઘાયલ દિનેશને તૂરંત સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઇ કાલે કરૂણ મોત નિપજયું હતું. દિનેશભાઈ પોતે રોડ ક્રોસ કરતા હોય મોટરસાયકલ ચાલકે ટક્કર મારી હોવાનું જાણવા મળતા આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાવી છે.