ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પીની અધ્યક્ષતામાં નાણાં ધીરધાર અન્વયે લોકદરબાર યોજાયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પીની અધ્યક્ષતામાં નાણાં ધીરધાર અન્વયે લોકદરબાર યોજાયો
આ લોકદરબારમાં નગરની વિવિધ બેંકોના પ્રતિનિધિઓ દ્વારા લોન કેવી રીતે લેવું તેની સમજ આપવામાં આવી
ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ 2011 અન્વયે ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પી ની આગેવાની હેઠળ વિવિધ બેંક ના પ્રતિનિધિઓ અને પી.એસ.આઇ માળી ને સાથે રાખી લોકદરબાર યોજાયો હતો. ડી.વાય.એસ.પી પટેલ, પી.એસ.આઇ માળી તેમજ બેંકના વિવિધ પ્રતિનિધિઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં તગડા પ્રમાણમાં વ્યાજ લેતા લોકો સામે સતર્ક રહે તેમજ નાના નાના વ્યાપાર કરવા બેંક કેવી રીતે તેમને મદદરૂપ બને તે માટે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા વધુ વ્યાજ લેતા પ્રાઇવેટ ધીરધાર કરવા વાળા લોકો સામે લાલ આંખ કરેલ છે અને આવા વધુ વ્યાજ લેતા લોકો સામે કાયદેસર રીતે પગલા લઇ રહી છે તેથી નાના લોકોને વ્યાજનું વ્યાજ ભરવાં સુધીની મુક્તિ મળે તેવા અનેક આયોજન કરવામાં આવી રહેલ છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાલતી બધી જ સરકારી બેંકોને નાનામાં નાના વ્યાપારી વર્ગ અને જરૂરિયાત મુજબ લોન આસાની થી મળે છે. નાનામાં નાનો માણસ ખોટી વ્યાજખોરીમાં ના ફસાય તે હેતુથી વિવિધ બેંકોમાં વિવિધ યોજના હેઠળ લોન મળી રહે છે. તો દરેક લોકો બઁકોમાંથી લોન મેળવી પગભર બને અને સમૃદ્ધ બને તે હેતુથી દરેક લોકો સરકારની યોજનાઓનો લાભ લે તે વિશે બેંકના વિવિધ પ્રતિનિધિઓ દ્વારા માહિતી આપી હતી. તેમજ ડી.વાય.એસ.પી પટેલ દ્વારા વધુ વ્યાજ લેતા વ્યાજખોરો સામે ગુજરાત પોલિસ ખૂબ સખ્ત પગલા લઇ રહી છે તેમજ કોઈ પણ વ્યક્તિ હજુ પણ કોઈ પ્રાઇવેટ વિસ્તારમાં રકમ ઉપરાંત વ્યાજનું વ્યાજ હજુ પણ ભરતા હોય તો પોલિસ સ્ટેશનનો સંપર્ક કરે તેવું સૂચવ્યું હતું. સહુ ઉપસ્થિત લોકોને આ લોકદરબાર દ્વારા સુંદર માહિતી મળી હતી.


